Wed Aug 19 2026

Logo

મહિલા અનામત બિલનો વિપક્ષ વિરોધ કરશે, ખડગેએ કહ્યું સરકારની નિયતમાં ખોટ

2026-04-15 18:44:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : દેશમાં મહિલા અનામત બિલ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં વિપક્ષો સાથેની બેઠક બાદ  કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વિરોધ પક્ષો મહિલા અનામતનો વિરોધ નથી કરતા. પરંતુ સરકાર જે રીતે તેને લાગુ કરવાની યોજના બનાવી રહી છે તે સંપૂર્ણપણે રાજકીય હેતુઓથી પ્રેરિત અને જનતાને ગેરમાર્ગે દોરવા માટે રચાયેલ પગલું લાગે છે. 

કે અગાઉના સુધારાઓ લાગુ કરવામાં આવે 

કોંગ્રેસ પ્રમુખ  મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, આપણે બધા મહિલા અનામત બિલના પક્ષમાં છીએ જોકે, સરકારે જે રીતે તેને રજૂ કર્યું છે તે રાજકીય રીતે પ્રેરિત છે. અમે હંમેશા આ બિલને ટેકો આપ્યો છે. પરંતુ અમે આગ્રહ રાખીએ છીએ કે અગાઉના સુધારાઓ લાગુ કરવામાં આવે. સરકાર સીમાંકન અને વસ્તી ગણતરીના આડમાં દાવપેચનો આશરો લઈ રહી છે. 

બિલના વર્તમાન સ્વરૂપનો સામૂહિક રીતે વિરોધ કરીશું 

આ ઉપરાંત સંસદ અને અન્ય સંસ્થાઓની બંધારણીય સત્તાઓનો કાર્યપાલિકા હડપ કરી રહી છે. ભૂતકાળમાં પણ, આસામ અને જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયા દરમિયાન તેમણે અમને છેતર્યા છે. તેથી અમે સંસદમાં આ બિલના વર્તમાન સ્વરૂપનો સામૂહિક રીતે વિરોધ કરીશું.