Tue Aug 18 2026

Logo

રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ

2026-08-17 08:28:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ હવામાન ખાતા દ્વારા રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાથી આગામી 6દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ તરફ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદ મુજબ આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

મંગળવાર, તા. 18 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

19 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 1.57 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.46 ઇંચ, ગણદેવીમાં. 1.26 ઇંચ, ચીખલીમાં 1.02 ઇંચ, વલસાડમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. 125 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

અંબાલાલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 17થી 19 ઓગસ્ટ વરસાદી ઝાપટાં પડી શકે છે. 23 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે અને 24થી 28 ઓગસ્ટ ગુજરાતમાં ભારે-અતિભારે વરસાદની શક્યતા છે. 31 ઓગસ્ટે પણ વરસાદ રહેશે.