Tue Sep 01 2026

Logo

કર્ણાટકમાં મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાને મુદ્દે ભાજપે પ્રહાર કર્યો, કહ્યું તેમની જીત

2026-08-28 20:52:35
Author: Chandrakant Kanoja
કર્ણાટકમાં મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાને મુદ્દે ભાજપે પ્રહાર કર્યો, કહ્યું તેમની જીત

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસની ડી. કે. શિવકુમાર સરકારને મોટો આંચકો લાગ્યો છે. જેમાં મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાએ મુશ્કેલી વધારી દીધી છે. જેમાં ભાજપે મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાને તેમની જીત ગણાવી છે. રૂપિયા 89 કરોડના વાલ્મીકિ વિકાસ નિગમ ભંડોળ કૌભાંડ અંગે કોંગ્રેસ સરકાર પર પોતાના હુમલાને વધુ તીવ્ર બનાવતા, પાર્ટીએ જણાવ્યું હતું કે તેમની લડાઈ ફક્ત નાગેન્દ્રના રાજીનામા સુધી મર્યાદિત નથી. 

25 દિવસમાં રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની જાહેરાત 

આ સમગ્ર મામલામાં કર્ણાટકના યોજના અને સાંખ્યાકિક મંત્રી બી. નાગેન્દ્રએ વાલ્મીકિ કોર્પોરેશન કૌભાંડના આરોપો વચ્ચે પદ સંભાળ્યાના 25 દિવસમાં રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસ સરકારની પ્રથમ વિકેટ પડી 

કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે શુક્રવારે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે નાગેન્દ્રનું રાજીનામું ડી.કે. શિવકુમારના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારની પ્રથમ વિકેટ પડી છે.  તેમણે કહ્યું આ ઉપરાંત  સમગ્ર મામલા માટે જવાબદારી નક્કી કરવામાં આવે અને કથિત રીતે ગુમ થયેલ નાણાં પરત મેળવવામાં આવે.  

લડત દલિતો માટે ફાળવેલા  રૂપિયા 187 કરોડના કથિત દુરુપયોગ સામે

તેમણે  જણાવ્યું હતું કે ભાજપનું આંદોલન ફક્ત નાગેન્દ્ર માટે જ નહોતું. પાર્ટીની લડાઈ દલિતો માટે ફાળવવામાં આવેલા રૂપિયા 187 કરોડના કથિત દુરુપયોગ સામે છે. ભાજપે આ મુદ્દા પર ચોવીસ કલાક વિરોધ પ્રદર્શનો કર્યા, વિધાનસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને સરકાર પર સતત દબાણ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, જવાબમાં, સરકારે વિધાનસભા સત્ર પણ ઘટાડી દીધું હતું.