Fri Oct 02 2026

Logo

જોગેશ્ર્વરીમાં વિસર્જન માટેના કૃત્રિમ તળાવમાં વીજળીનો કરન્ટ લાગીને યુવકનું મોત

2026-09-20 21:21:39
Author: Sapna Desai
જોગેશ્ર્વરીમાં વિસર્જન માટેના કૃત્રિમ તળાવમાં વીજળીનો કરન્ટ લાગીને યુવકનું મોત

AI


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ માટે રવિવારનો દિવસ દુર્ઘટનાગ્રસ્ત રહ્યો હતો. રવિવારે જોગેશ્ર્વરી(પૂર્વ)માં એક કૄત્રિમ વિસર્જન તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ઉતરેલા યુવકનું વીજળીનો કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હતી.

પાલિકાના કે-ઉત્તર વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર  દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જોગેશ્ર્વરી પૂર્વમાં લિલી વાઈટ બિલ્ડિંગ નજીક શ્યામ નગર તળાવ ખાતે પાંચ કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા હતા. શનિવારે મધ્યરાત્રિ બાદ ચાર કુંડ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કૉન્ટ્રાક્ટર દ્વારા નિયુક્ત એક કામદાર મૂર્તિ વિસર્જન માટે અગાઉથી બંધ કરી દેવાયેલા કૃત્રિમ કુંડમાં પ્રવશ્યો  ત્યારે તેને વીજળીનો આંચકો લાગવાની ઘટના બની હતી.

મેઘવાડી પોલીસના જણાવ્યા મુજબ મૃતકનું નામ રોહિત ભિમુ રાઠોડ હતું અને તે ૧૯ વર્ષનો હતો. તેને વીજળીનો કરન્ટ લાગ્યા બાદ ટ્રોમા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ સારવાર અગાઉ જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.