Thu Jun 18 2026

Logo

ઈઝરાયલનો મોટો દાવો: ઈરાનનું અત્યાધુનિક YAK-130 ફાઈટર જેટ તોડી પાડ્યું

Tehran   2026-03-04 17:45:52
Author: Vimal Prajapati
Article Image

તહેરાનઃ ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયું છે. સતત બંને દેશો એકબીજા પર ઘાતક હુમલાઓ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ઇઝરાયલ સંરક્ષણ દળો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે પોતાના અત્યાધુનિક F-35I Adir ફાઇટર એરક્રાફ્ટથી ઈરાની વાયુ સેનાના YAK-130 ફાઇટર એરક્રાફ્ટને તોડી પાડ્યું છે. ઇઝરાયલના દાવા પ્રમાણે તહેરાનના આકાશમાં ઈરાની ફાઇટર એરક્રાફ્ટને તોડી પાડવામાં આવ્યાં છે. આ દાવા અંગે હજી ઈરાન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

ઇઝરાયલે કરેલો દાવો કેટલો સાચો?

જો ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલો દાવો સાચો છે તો પછી ઈતિહાસમાં આ પહેલી વખત હશે કે કોઈ F-35 જેટે માનવ પાઇલટવાળા ફાઇટર એરક્રાફ્ટને તોડી પાડ્યું હતું. IDF  દ્વારા પ્રમાણે આ હવાઈ કાર્યવાહી ઇતિહાસમાં F-35 દ્વારા પ્રથમ એર ટૂ એર વિજય છે અને મધ્ય પૂર્વના સંઘર્ષમાં એક નવી ઊંચાઈ દર્શાવે છે. જોકે, ઈરાને સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી, જેથી વાતમાં કેટલીક હકીકત છે તેના વિશે કંઈ ચોક્ક્સ કહી શકાય નહીં. 

F-35 અને YAK-130 બંનેમાં શું ફરક છે?

આ એરક્રાફ્ટની વાત કરવામાં આવે તો F-35I Adir 5ht જનરેશનનું અત્યાધુનિક સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ. આ સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટમાં ઇઝરાયલે પોતાના સૌથી એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેથી તે વધારે ઘાતક છે. YAK-130 રશિયન ટેક્નોલોજી પર આધારિત એડવાન્સ્ડ ટ્રેનિંગ એરક્રાફ્ટ છે. બંનેમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે બંને ઘાતક સાબિત થઈ શકે છે. 

અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાન ભડક્યું

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના હવાઈ હુમલા ક્યારે સમાપ્ત થશે? પણ એક પ્રશ્ન છે. ઈરાન તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ પછી આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર નથી, તો સામે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે, જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી તેઓ આ યુદ્ધ ચાલુ રાખશે. આવી સ્થિતિમાં મધ્યપૂર્વના દેશો સુરક્ષિત છે તેવું માની શકાય નહીં. કારણે કે, ઈરાન હવે માત્ર ઇઝરાયલ કે અમેરિકા જ નહીં પરંતુ અનેક દેશો પર હવાઈ હુમલો કરી રહ્યું છે.