Fri May 01 2026

Logo

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની કોમામાં? આ શહેરમાં ચાલી રહે છે સારવાર

Tehran   2026-04-07 11:06:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: ગત 28 ફેબ્રુઆરીનાં રોજ યુએસ અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર એર સ્ટ્રાઈક કરીને સુપ્રીમ લીડર અલી હુસેની ખામેનીની હત્યા કરી હતી, ત્યાર બાદ અલી ખામેનીના દીકરા મોજતબા ખામેની ઈરાનના સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતાં. મોજતબા ઘણા સમયથી જાહેરમાં દેખાયા નથી, એવા અહેવાલ છે કે તેઓ હાલ બેભાન અવસ્થામાં છે અને કૌમ શહેરમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.  
મંગળવારે પ્રકાશિત થયેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ખામેની હાલ વહીવટમાં ભાગ લઇ શકે એમ નથી.

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદ મોજતબા ખામેનીએ જાહેરમાં હાજરી આપી નથી, પરંતુ તેમણે લખેલા નિવેદનો ઈરાનના સ્ટેટ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. એવી અટકળો પણ શરુ થઇ હતી કે તેમનું પણ મૃત્યુ થયું છે, જો કે ઈરાન સરકારે આ અટકળોને ફગાવી છે.

મોજતબાની તબિયત અંગે ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, યુદ્ધની સ્થિતિમાં દુશ્મન દેશો સામે ‘સાઇકોલોજિકલ વોર’ હેઠળ આવા અહેવાલો ફેલાવવામાં આવે છે.

અલી ખામેનીના દફનવિધિ:
અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના દફનવિધિ માટે કૌમમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, ખામેની પરિવાર માટે કોમમાં એક મોટું કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યું છે. કૌમમાં ઈરાનનું એક પવિત્ર શહેર છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલી ડેડ લાઈન નજીક આવી રહી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે મંગળવારે પૂર્વીય સમય મુજબ રાત્રે 8 વાગ્યા સુધીમાં જો ઈરાન સંઘર્ષનો અંત લાવવા માટે સોદો નહીં કરે,  તો ઈરાનના પાવર પ્લાન્ટ અન્ય મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવામાં આવશે.