Thu Jun 18 2026

Logo

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક જહાજ પાસેથી વસૂલી શકે છે ટેક્સ...

tehran   2026-03-22 22:44:23
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સતત વધી  રહ્યું છે. તેમજ ઈરાન હવે કોઈપણ ભોગે ઝૂકવા તૈયાર નથી. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈરાન હવે  હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક જહાજ  પાસેથી 2 મિલિયન ડોલર વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.  ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પરના પોતાના નિયંત્રણનો લાભ લઈને પૈસા કમાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં  ઈરાન નક્કી કરે છે કે કયા જહાજો આ વિસ્તારમાંથી પસાર થશે અને કયા નહીં તેમજ  જહાજોના પસાર થવા માટે એક શરત પણ રાખી રહ્યું છે.

ટ્રમ્પની સમગ્ર રાજકીય કારકિર્દી દાવ પર લાગી શકે છે

આ ઉપરાંત સુત્રોએ જણાવ્યું હતું કે,  એવું લાગે છે કે ટ્રમ્પ  અમેરિકાની અંદરથી વધતા દબાણ અને વિશ્વભરમાં ક્રુડ ઓઈલના  ભાવમાં વધારોનો સામનો કરી રહ્યા છે. તેમણે નેતન્યાહૂ દ્વારા  પાથરેલી જાળમાંથી બહાર નીકળવાની અને શક્ય તેટલી વહેલી તકે ઈરાનની શરતો સ્વીકારવાની જરૂર છે. જો તેઓ ઈરાનને જરૂરી છૂટછાટો નહીં આપે  તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દાવ પર લાગી શકે છે. 

ઈરાને કહ્યું હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે  

ઈરાને અમેરિકાની ચેતવણી બાદ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઈરાને કહ્યું કે  આ જળમાર્ગ આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે પરંતુ તે ફક્ત દુશ્મન દેશો સુધી મર્યાદિત હોઈ શકે છે. અમેરિકાના  પ્રમુખ ટ્રમ્પની કડક ચેતવણી પછી ઈરાનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. આ ઉપરાંત ઈરાનના પ્રતિનિધિ અલી મૌસાવીએ જણાવ્યું હતું કે વિદેશી જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ શકે છે. પરંતુ તેમને ઈરાન સાથે સંકલન કરવું પડશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ રસ્તો ફક્ત તે દેશો માટે ખુલ્લો રહેશે જે ઈરાન પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા નથી.