Fri Apr 17 2026

Logo

ઇરાને ઓમાનની ખાડી નજીક અમેરિકન જહાજ પર હુમલો કર્યો

Tehran   2026-03-28 19:26:16
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


તહેરાન: અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ ઈરાને પણ પલટવાર કર્યો છે. ત્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ ઓમાનની ખાડી નજીક એક અમેરિકન જહાજ પર હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુદ્ધનો  વ્યાપ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઇરાને યુએઇમાં સ્થિત યુક્રેની ડ્રોન સિસ્ટમ પર હુમલો કર્યો હતો. અમેરિકી સૈન્ય દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ઓમાનના સલાલાહ બંદર પર ડ્રોન હુમલો 

આ ઉપરાંત ઓમાનના દક્ષિણ પ્રાંતની રાજધાની સલાલાહ બંદર પર ડ્રોન હુમલો થયો છે. જેમાં એક વિદેશી કામદાર ઘાયલ થયો છે. જેમાં  બે ડ્રોનથી બંદરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે બંદર પર સ્થિત ક્રેનને પણ થોડું નુકસાન થયું હતું. આ ઘટના બાદ  સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. જ્યારે હુમલા પાછળના લોકોની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી. 

ઇઝરાયલી હુમલામાં એક નર્સનું મોત થયું

જ્યારે બીજી તરફ દક્ષિણ લેબનોનમાં કફર તિબનીટ વિસ્તારમાં ઇઝરાયલી હુમલામાં એક નર્સનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. આ હુમલામાં સિવિલ ડિફેન્સ એમ્બ્યુલન્સને નિશાન બનાવવામાં આવી હતી. આ ઘટનાને યુદ્ધના કાયદાના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહી છે. લેબનોન પર સતત ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે. તેમજ આ ક્ષેત્રમાં સતત  પરિસ્થિતિ સતત બગડી રહી છે.