ન્યૂ ચંડીગઢ: આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડની આજે એલિમિનેટર (Eliminator) છે જેમાં રાજસ્થાન (Rajasthan) સામે હૈદરાબાદે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. રવીન્દ્ર જાડેજાએ રાજસ્થાનની ઇલેવનમાં કમબૅક કર્યું છે અને શુભમ દુબેને ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીનેજ સ્ટાર વૈભવ સૂર્યવંશી હૈદરાબાદના બોલર્સની ખબર લઈ નાખે છે કે માનસિક દબાણમાં રમશે એ જોવું રહ્યું.
મંગળવારે ક્વૉલિફાયર-વનમાં ગુજરાત સામે જીતીને બેંગ્લૂરુ સીધું ફાઇનલમાં પહોંચી ગયું છે અને આજે જીતનારી ટીમ શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં ગુજરાત વિરુદ્ધ રમશે.
હૈદરાબાદની ટીમઃ કમિન્સ (કૅપ્ટન), અભિષેક, ટ્રૅવિસ, કિશન (વિકેટકીપર), ક્લાસેન, રવિચન્દ્રન સ્મરણ, નીતીશ રેડ્ડી, શિવાંગ કુમાર, એશાન મલિન્ગા, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિન્ગે. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ અનિકેત વર્મા, સલિલ અરોરા, લિઆમ લિવિંગ્ટન, હર્ષ દુબે અને હર્ષલ પટેલ.

રાજસ્થાનની ટીમઃ રિયાન પરાગ (કૅપ્ટન), યશસ્વી, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ડૉનોવાન ફરેરા, શનાકા, જાડેજા, જોફ્રા આર્ચર, નેન્ડ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુન્જા. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ શુભમ દુબે, સુશાન્ત મિશ્રા, અમનલ પેરાલા, રવિ બિશ્નોઈ અને તુષાર દેશપાંડે.