Mon Sep 07 2026

Logo

આઈપીએલ ફાઈનલઃ મોદી સ્ટેડિયમમાં કૈલાશ ખેર છવાઈ ગયા...

2026-05-31 22:27:00
Author: Devayat Khatana
આઈપીએલ ફાઈનલઃ મોદી સ્ટેડિયમમાં કૈલાશ ખેર છવાઈ ગયા...

અમદાવાદ: આજે રવિવારની સાંજ આઇપીએલ 2026ના ફાઇનલ મુકાબલાના નામે રહી છે, જ્યાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે  જંગ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 155 રન બનાવ્યા છે અને બેંગલુરુની ટીમને જીતવા માટે 156 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હવે બીજી ઇનિંગ્સ શરૂ થાય તે પહેલાં સ્ટેડિયમમાં જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતની ઇનિંગ્સ પૂરી થયા પછી બેંગલુરુની બેટિંગ શરૂ થાય તે પહેલાં, પ્રખ્યાત સિંગર કૈલાશ ખેરે પોતાના સુરોથી આખા સ્ટેડિયમને ગજવી મૂક્યું હતું. તેમણે મેદાન પર આવતાની સાથે જ ભગવાન શિવનું ભજન ગાઈને પર્ફોર્મન્સની શરૂઆત કરી હતી. કૈલાશ ખેરના શિવ ભજનના બોલ સાંભળીને સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો ઝૂમી ઉઠ્યા હતા અને આખું સ્ટેડિયમ અદભુત એનર્જીથી ભરાઈ ગયું હતું. આ દરમિયાન બેકગ્રાઉન્ડ ડાન્સર્સે પણ શાનદાર નૃત્ય રજૂ કર્યું હતું. જોકે, સમયના અભાવે માત્ર બે ગીતો પછી જ કૈલાશ ખેરે પોતાનો આ શો સમાપ્ત કરવો પડ્યો હતો.

'શિવ તાંડવ'ની શાનદાર શરૂઆત બાદ કૈલાશ ખેરે પોતાના અન્ય લોકપ્રિય ગીતો પર પણ જબરદસ્ત પ્રસ્તુતિ આપી હતી. તેમની દમદાર આવાજે આખા સ્ટેડિયમના માહોલને સંગીતમય અને ઉત્સાહથી ભરી દીધો હતો. ફાઇનલ મેચના તણાવ વચ્ચે કૈલાશ ખેરનો આ લાઈવ શો દર્શકો અને ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ મનોરંજક અને યાદગાર સાબિત થયો હતો.