Tue Sep 22 2026

Logo

ફોટોગ્રાફીના શોખીનો માટે આવ્યા મોટા સમાચાર, iPhoneમાં આવશે DSLR વાળી ટેક્નોલોજી, જુઓ શું બદલાશે?

2026-09-09 19:07:44
Author: Mumbai Samachar Team
ફોટોગ્રાફીના શોખીનો માટે આવ્યા મોટા સમાચાર, iPhoneમાં આવશે DSLR વાળી ટેક્નોલોજી, જુઓ શું બદલાશે?

ફોટોગ્રાફી અને કન્ટેન્ટ ક્રિએશનના શોખીનો માટે એપલ તરફથી મોટા સમાચાર મળી રહ્યા છે. દર વર્ષે યોજાતી એન્યુઅલ ઈવેન્ટમાં આ વખતે એપલ iPhone 18 Pro અને iPhone 18 Pro Max લૉંચ કરી શકે છે, જેમાં કેમેરા ફીચર્સને પાયામાંથી અપગ્રેડ કરવામાં આવશે. દર વર્ષે એપલ દ્વારા એક વૈશ્વિક મંચ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં કોઈ નવી પ્રોડક્ટ લૉંચ કરવામાં આવે છે. 

ગત વર્ષે કંપનીએ ભારતમાં iphone સ્ટોર માટેની વાતનું એલાન કર્યું હતું. આ પછી હવે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે તે iphone-18ને લઈને અપડેટ સામે આવી છે. પણ સૂત્રોમાંથી વિગત એવી પણ મળી રહી છે કે, કંપની પોતાના કેમેરા ફિચરને પાયાથી અપગ્રેડ કરવા માગે છે. હવેના iphoneમાં જ DSLR જેવી ટેક્નોલોજી જોવા મળશે. એન્યુઅલ ઈવેન્ટમાં કંપની iphone-18 pro અને iphone-18 pro max લૉંચ કરી શકે છે. 

નવી પ્રોડક્ટ પર રહેશે નજર

દર વર્ષની જેમ આ વર્ષના કાર્યક્મમાં પણ નવી પ્રોડક્ટ લૉંચ કરાશે. જેમાં પહેલા કરતા એડવાન્સ પ્રોસેસર આપવામાં આવશે. આ વખતે સૌથી વધુ ધ્યાન ખેંચે એવું ફિચર ફોનનો કેમેરો છે, જે એક રીતે પ્રોફેશનલ કેમેરામાં DSLRના ફિચર આપવામાં આવે છે એ જ ફિચર હવે ફોનમાં જોવા મળશે. આ વખતે ફોનમાંથી જ વેરિએબલ અપાર્ચર ટેક્નિક જોવા મળશે. 

iphone પોતાના કેમેરા માટે દુનિયાભરમાં જાણીતો ફોન છે. ખાસ કરીને મેગાપિક્સલ અને ક્લેરિટીની બાબતમાં ફોન મેદાન મારી જાય છે. બીજી તરફ લાઈટિંગ અને ઓટો નેચરલ કલર ટોન બાબતે પણ iphone નંબર વન પર છે. 

એટલે જ મોટા ભાગના યુવાનોની પસંદ iphone છે. 200 મેગાપિક્સલ કેમેરાવાળા ફોન કરતા પણ iphoneમાં ક્લિક કરેલો ફોટો અલગ તરી આવે છે. આ જ કારણે મોટાભાગના કોન્ટેટ ક્રિએટર્સ હવે iphone પર પસંદગી ઊતારી રહ્યા છે. પણ મર્યાદા એવી પણ છે કે, વધારાની સ્પેસ માટે પૈસા ચૂકવવા પડે છે. ફોન ફૂલ થઈ જવાના કિસ્સા વધી રહ્યા છે. 

સમજો ત્રણ કેમેરાનું ગણિત

બધા સ્માર્ટફોન કેમેરામાં મૂળભૂત ત્રણ ભાગો હોય છે. પહેલો ભાગ લેન્સનો છે, જે કેમેરામાં પ્રકાશને કંટ્રોલ કરે છે. બીજો ભાગ સેન્સરનો છે, જે ફોકસ કરેલા પોઈન્ટ પરથી પ્રકાશના નાના કણોને ઈલેક્ટ્રિક સાઈનમાં ફેરવે છે. ત્રીજો ભાગ સોફ્ટવેરનો છે, જે તે ઈલેક્ટ્રિક સાઈનને ફોટોગ્રાફમાં રૂપાંતરિત કરે છે. બધા સ્માર્ટફોન કેમેરામાં ત્રણ મૂળભૂત ભાગો હોય છે. લેન્સ જે તે બાહરની લાઈને ભેગી કરે છે અને તેને સીધો સેન્સર પર ફોક્સ કરે છે. લેન્સ જેટલો સારો હશે, તેટલો સ્પષ્ટ ફોટો આવશે. શટર અને અપાર્ચર જે નક્કી કરે છે કે કેટલો પ્રકાશ પ્રવેશે છે, જ્યારે શટર નક્કી કરે છે કે પ્રકાશ કેટલો સમય પ્રવેશવા દેવાનો છે.

સેન્સર લાઈટને ડિજિટલ સિગ્નલો (પિક્સેલ)માં રૂપાંતરિત કરે છે. પછી ફોનનું સોફ્ટવેર આ સિગ્નલોને જોડીને અંતિમ ફોટો બનાવે છે. એક મોટું સેન્સર વધુ સારા ફોટા આપે છે. ઇમેજ પ્રોસેસર (ISP) અને સોફ્ટવેર જે સેન્સરમાંથી ડેટાને પ્રક્રિયા કરે છે.  રંગ, લાઈટ અને શાર્પનેસને સમાયોજિત કરીને અંતિમ ઈમેજ બનાવે છે. 

આ તે જગ્યા છે જ્યાં iPhone સોફ્ટવેર ખરેખર શ્રેષ્ઠ છે. વધારે મેગાપિક્સેલનો અર્થ વધુ સારો ફોટો એવું બિલકુલ હોતું નથી. આ એકંદર ગુણવત્તા અને ફાઇલ કદ સાથે પણ જોડાયેલું ફિચર છે. વધુ મેગાપિક્સલ વાળા કેમેરા ફોટામાં વધુ ડિટેઈલ સાથે કેપ્ચર કરી શકાય છે, પરંતુ તે હંમેશા શ્રેષ્ઠ ઈમેજ ક્વોલિટી પર નક્કી ન કરી શકાય.  

Android ફોનના કેમેરાથી કેવી રીતે અલગ છે?

iPhone કેમેરા હાર્ડવેર, સોફ્ટવેર અને વિડિઓ ટેકનોલોજીના સંદર્ભમાં Android કેમેરાથી નોંધપાત્ર રીતે અલગ છે. સેન્સર ટેકનોલોજીમાં Apple સામાન્ય રીતે હાઈ ક્વોલિટી ઈમેજ, કસ્ટમ-રેગ્યુલર સેન્સરનો ઉપયોગ કરે છે જે સચોટ કલર્સ અને સ્પષ્ટ વિગતો આપે કરે છે. તેનાથી વિપરીત, ખર્ચ ઘટાડવા માટે, કંપનીઓ ઘણીવાર બજેટ Android ફોનમાં સસ્તા સેન્સરનો ઉપયોગ કરે છે. પરિણામે, મેગાપિક્સેલની સંખ્યા વધુ હોવા છતાં પણ ફોટા સારા ન પણ આવે. 

ઘણીવાર સેન્સર સારા ન હોય તો પણ ફોટો ક્લિક સારો થાય પણ જ્યારે એ સેવ થાય ત્યારે એની ક્લેરિટી ઘટી જાય છે. લેન્સ અને અપાર્ચરમાં iPhone લેન્સ અને અપાર્ચર ખાસ કરીને બેસ્ટ ફોટા કેપ્ચર કરવા માટે છે. ઓછી લાઈટની સ્થિતિમાં અને ઝાંખપ ઘટાડવા માટે આ ફિચરનો ઉપયોગ થાય છે. iPhoneમાં હવે આ માટે ખાસ ફિચર ઈનબિલ્ટ કરાયું છે એટલે લાઈટ ઓછી હોય તો તે ઓટોએડજસ્ટ કરીને પણ ફોટો ક્લિન આપે છે. 

આ વસ્તુ એન્ડ્રોઈડમાં નથી મળતી

iPhonesમાં 'સ્માર્ટ HDR' અને 'ડીપ ફ્યુઝન' જેવી અદ્યતન તકનીકો છે, જે ફોટો લેવામાં આવે તે ક્ષણે આપમેળે કલર્સ અને લાઈટને ઑપ્ટિમાઇઝ કરે છે. જોકે, પ્રીમિયમ Android ફોન હવે શક્તિશાળી પ્રોસેસિંગ ક્ષમતાઓનો પણ સમાવેશ કરી રહ્યા છે. વીડિયોની વાત કરવામાં આવે તો 4K વીડિયો, ડોલ્બી વિઝન અને અદ્યતન સ્થિરીકરણ જેવી સુવિધાઓ આઇફોનને વીડિયો રેકોર્ડિંગ માટે આદર્શ બનાવે છે, ફ્લેગશિપ મોડેલના અપવાદ સિવાય, મોટા ભાગના Android ફોનમાં આ ક્ષમતાઓનો અભાવ હોય છે.