ફતેહપુરઃ 5G અને 6G જેવી ટેક્નોલોજીની વાત વચ્ચે ઘણીવાર બેઝિક નેટવર્ક પણ ન આવતું હોય એવા ઘણા એરિયા આપણા દેશમાં છે. એવા પણ વિસ્તારો છે જ્યાં ફોન પર વાત કરવા માટે પણ બાહર નીકળવું પડે અને વાત કરવી પડે. નેટવર્કના ધાંધિયાને કારણે અનેકવાર ઘણાય એવા લોકો મુશ્કેલીનો સામનો કરતા હોય છે. પણ ઉત્તર પ્રદેશના ફતેહપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગામના લોકોએ નેટવર્ક રીપેર કરવા આવેલા વ્યક્તિને બાંધી દીધો અને બરોબરનો પાઠ ભણાવ્યો, જોકે આ કેસમાં પોલીસે પણ છ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.
મોબાઈલ ટાવર સાથે બાંધી દીધો
ટેલિકોમ ટેકનિશ્યનને મોબાઈલ ટાવરથી બાંધી દેવાના ગુનામાં પોલીસે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી છે. આ એક વિચિત્ર કહેવાતા કિસ્સાની સમગ્ર ઉત્તર પ્રદેશથી લઈને આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ ઘટનામાં છ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. પીડિત ટેકનિશ્યનની ઓળખ આદિત્ય ભાનસિંગ તરીકે થઈ છે. ગુરૂવારે તે બિંદકી વિસ્તારમાં હરદૌલી ગામના મોબાઈલ નેટવર્ક સાથે જોડાયેલી ફરિયાદને રીપેર કરવા માટે પહોંચ્યો હતો. આ ફરિયાદનો ઉકેલ આવે એ પહેલા જ લોકોએ એને ટાવર સાથે બાંધી દીધો હતો.
5G નેટવર્ક ન મળતાં ગ્રામજનોનો આક્રોશ | 5GNetwork | ViralNews | Mobile Tower Network #Fatehpur #JioNetwork #5GNetwork #UPNews #ViralNews #DigitalIndia #GujaratNews #NetworkIssue #UPNews #ViralNews #DigitalIndia #FatehpurNews #5GNetwork #TrendingNews pic.twitter.com/1Q5wMeRaju
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 11, 2026
5G નેટવર્કમાં સતત આવી રહેલી મુશ્કેલીને કારણે ગામના લોકો ત્રાસી ગયા હતા. કેટલાક દિવસોથી હેરાન-પરેશાન થયા હતા. સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો વાયરલ થયો છે. નેટવર્ક ન આવતા લોકો ગુસ્સે ભરાયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક સ્થાનિક એવું પણ કહે છે કે, જ્યાં સુધી કંપનીના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળે નથી આવતા, આ સમસ્યાનું કાયમી સમાધાન નહીં નીકળે ત્યાં સુધી ટેકનિશ્યનને છોડવામાં નહીં આવે.
પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
સ્થાનિકોનું એવું કહેવું છે કે, ગામના વિસ્તારમાં ટાવર લાગલો હોવા છતા છેલ્લા બે વર્ષથી 5G નેટવર્ક આવતું નથી. સામાન્ય નેટવર્કની સ્થિતિ પણ ખરાબ છે. આ સમગ્ર કેસ અંગે જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, ગામના લોકોનું એવું કહેવું છે કે, 5G સર્વિસ માટે લોકો રીચાર્જ કરાવી રહ્યા છે પણ નેટવર્ક આવતું નથી અને ફરિયાદ કરવા છતા કોઈ પ્રકારનો સુધારો થયો નથી. એટલું જ નહીં અહીંયા ઈન્ટરનેટ સર્વિસ પણ વ્યવસ્થિત રીતે આવતી નથી, આના કારણે દૈનિક કાર્યોને માઠી અસર થાય છે.
આ કેસમાં કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે આ કેસમાં યુદ્ધના ધોરણે કાર્યવાહી કરીને છ વ્યક્તિની ધરપકડ કરી છે. કંપનીએ પણ આ કેસને ગંભીરતાથી લઈને વિસ્તારમાં નેટવર્ક શરૂ થાય એ માટે પગલાં લીધા છે. સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે અને કંપનીએ પણ ઝડપથી લોકોને નેટ મળે એ અંગે પગલાં લેવાના શરૂ કર્યા છે.