નવી દિલ્હીઃ રાજ્યસભાની ચૂંટણીની તારીખનું એલાન થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની 16 બેઠક પર તા.16 ઑક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. આ સિવાય પશ્ચિમ બંગાળની એક બેઠક માટે પેટાચૂંટણી થવાની છે. આ માટે પણ 16મી ઑક્ટોબરના રોજ મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકોનો કાર્યકાળ નવેમ્બર મહિનમાં સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે તા.29મી સપ્ટેમ્બર આ અંગે નોટિફિકેશન જાહેર થશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 6 ઑક્ટોબર છે. જ્યારે 7 ઑક્ટોબરના રોજ ફોર્મની તપાસ થશે. ઉમેદવારી પત્રક પાછા લેવાની તારીખ 9 ઑક્ટોબર નક્કી કરાઈ છે. 16 ઑક્ટોબરના રોજ મતદાન થશે.
ભાજપને બેઠક મળે એવી શક્યતા
ઉત્તર પ્રદેશમાં 10 બેઠકમાં હાલમાં આઠ બેઠક ભાજપ પાસે, એક બેઠક સમાજવાદી પાર્ટી પાસે અને એક બેઠક બહુજન સમાજવાદી પાર્ટી પાસે છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી હરદીપસિંહપુરી, ભાજપના રાષ્ટ્રીય મહાસચીવ અરૂણ સિંહ, પૂર્વ ડીજીપી બૃજલાલ, ગીતા શાક્ય ઉર્ફ ચંદ્રપ્રભા, સીમી દ્વીવેદી, બી.એલ. વર્મા, દિનેશ શર્મા, રામગોપાલ વર્મા (સપા), રામજી ગૌતમ જેવા મોટા કદના ચહેરા સામેલ છે.
ઉત્તર પ્રદેશમાં NDA પાસે લગભગ 292 ધારાસભ્યો છે. આ સ્થિતિને જોતાં, ભાજપ ગઠબંધન સરળતાથી 7 થી 8 બેઠકો જીતી શકે છે. બીજી તરફ, વિધાનસભામાં SP પાસે 100થી વધુ ધારાસભ્યો છે. આ સંખ્યાબળ સાથે પક્ષ ખૂબ જ સરળતાથી 2 બેઠકો મેળવી લેશે. જ્યાં સુધી ઉત્તરાખંડમાં ખાલી પડેલી બેઠકનો સવાલ છે, ત્યાં સત્તાધારી પક્ષનું વર્ચસ્વ મજબૂત છે; વર્તમાન સમીકરણોને ધ્યાનમાં લેતા, આ બેઠક પણ ભાજપને મળે તેવી શક્યતા છે.
બંગાળની બેઠક માટે પેટાચૂંટણી શા માટે યોજાઈ રહી છે?
પશ્ચિમ બંગાળની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે કારણ કે TMC સાંસદ રુકમિણી મલિકે તાજેતરમાં જ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભામાં ચૂંટાયા હતા. હવે તે બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે.