Tue Aug 18 2026

Logo

ફિનલેન્ડની ટેકનોલોજીની મદદથી  મેઈડ-ઈન-ઈન્ડિયા સ્વદેશી મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

2026-08-01 21:25:47
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ભારતીય કંપની ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે મેક-ઇન-ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ સ્વદેશી મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે ફિનલેન્ડની કંપની આર્કિપ્લગ ઓવાય સાથે કરાર કર્યા છે. 

આ કરાર હેઠળ ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આશરે રૂપિયા 50 કરોડના રોકાણ સાથે એક પાયલોટ પ્રોજેક્ટ સ્થાપશે જ્યારે ફિનલેન્ડની કંપની  પોતાની ટેકનોલોજી આપશે. તેના કારણે સામાન્ય રીતે 12-18 મહિનામાં બાયોગેસ ઉત્પાદન થાય છે તેના બદલે મોડ્યુલર સીબીજી પ્લાન્ટ્સ  માત્ર 4-5 મહિનામાં ઝડપી બાયોગેસ ઉત્પાદન માટે કાર્યરત થઇ જશે. 

ઇન્ફિસ્ટારનો 60 એકરમાં ફેલાયેલો પ્લાન્ટ સર્ક્યુલર ઇકોનોમી મોડેલ ઉપર કાર્ય કરશે, જેમાં નેપિયર ઘાસને ફીડસ્ટોક તરીકે સાઇટ પર ઉગાડવામાં આવશે. આ ઉપરાંત  ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેપ્ટિવ સોલાર પાવર ઉત્પાદન અને બાય-પ્રોડક્ટ તરીકે કાર્બનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે. કોમ્પ્રેસ્ડ બાયોગેસ સ્થાનિક શહેર ગેસ વિતરકને 15 વર્ષ માટે  પૂરા પાડવાની પણ યોજના છે. 

આ સંયુક્ત સાહસ આગામી 5 વર્ષમાં સમગ્ર ભારતમાં લગભગ 150 મોડ્યુલર પ્લગ ફ્લો સીબીજી રિએક્ટર વેચવાની યોજના ધરાવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહનની નીતિ, સબસિડી અને SATAT અને ગોબર્ધન જેવી પહેલના કારણે આ સંયુક્ત સાહસ ભારતની ગ્રીન એનર્જી ક્રાંતિમાં મહત્વનું યોગદાન આપશે. 

પરંપરાગત વેટ ડાઇજેશન સિસ્ટમથી વિપરિત આ ડ્રાય એનારોબિક રિએક્ટરને ડાઇજેશન પ્રોસેસ દરમિયાન ખૂબજ ઓછા પાણીની જરૂર રહે છે. લગભગ 30 ટકા ઓછા ફીડસ્ટોક અને ઓછી વીજળીનો ઉપયોગ કરતી ટેકનોલોજીના કારણે કુલ ઓપરેટિંગ ખર્ચ ઘટે છે અને કમર્શિયલ ધોરણે પણ લાભદાયી રહે છે.

મેક-ઇન-ઇન્ડિયા મોડ્યુલર પ્લગ-ફ્લો સીબીજી પ્લાન્ટ્સ કૃષિ કચરા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને અન્ય ઓર્ગેનિક વેસ્ટને ક્લિન એનર્જીમાં કન્વર્ટ કરવા સક્ષમ છે. આ મોડ્યુલર ટેક્નોલોજી સફળતાપૂર્વક યુરોપ અને એશિયામાં ઉપયોગમાં લેવાઇ છે.  હવે આ ભાગીદારી દ્વારા પ્રથમવાર ભારતમાં રજૂ થઇ રહી છે.

મોડ્યુલર સીબીજી પ્લાન્ટ્સ (<3TPD) માત્ર 4-5 મહિનામાં ઝડપી બાયોગેસ ઉત્પાદન માટે કાર્યરત થઇ શકે છે, જેની સામે પરંપરાગત પ્લાન્ટ્સ માટે 12-18 મહિનાનો સમય લાગે છે. આ ઉપરાંત પરંપરાગત વેટ ડાઇજેશન સિસ્ટમથી વિપરિત આ ડ્રાય એનારોબિક રિએક્ટરને ડાઇજેશન પ્રોસેસ દરમિયાન ખૂબજ ઓછા પાણીની જરૂર રહે છે. તે લગભગ 30 ટકા ઓછા ફીડસ્ટોક અને ઓછી વીજળીનો ઉપયોગ કરે છે, જેનાથી કુલ ઓપરેટિંગ ખર્ચ ઘટે છે અને કમર્શિયલ ધોરણે પણ લાભદાયી રહે છે.

એક ઓપન અને મોડ્યુલર સિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલા આ પ્લાન્ટ્સ 100થી વધુ વિવિધ પ્રકારના ફીડસ્ટોકને પ્રોસેસ કરે છે, જેમાં નેપિયર ઘાસ, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, ભુસા, પ્રેસ મડ, કોટનનો બચેલો હિસ્સો, ફળો અને શાકભાજીનો વેસ્ટ, પોલ્ટ્રી વેસ્ટ, ફિન વેસ્ટ વગેરે સામેલ છે. 
આ સંયુક્ત સાહસ વિશે પ્રતિક્રિયા આપતાં ઇન્ફિસ્ટાર ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુહ્રદ વી સારાભાઇએ જણાવ્યું હતું કે, ક્લિન  એનર્જીમાં આત્મનિર્ભરતા માટેના ભારતના પ્રયાસોને એવાં સોલ્યુશન્સની જરૂર છે કે જે જનતાના વિશાળ સમૂહ માટે ટકાઉ, વાણિજ્યિક રીતે અનુકૂળ અને પોષાય તેવાં હોય. આર્કિપ્લગ સાથેની ભાગીદારી દ્વારા અમે વિશ્વભરમાં સફળ સોલ્યુશન ભારતમાં લાવી રહ્યાં છીએ, જે ઉર્જા સુરક્ષા, ક્લાઇમેટ એક્શન, વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રામીણ વિકાસ સહિતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પૂર્ણ કરે છે. લગભગ તમામ સાધનોનું ભારતમાં ઉત્પાદન કરીને અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના વિઝનમાં યોગદાન આપવાની આશા રાખીએ છીએ તેમજ એમએસએમઇ માટે અદ્યતન બાયોગેસ ટેક્નોલોજીની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માગીએ છીએ.

આર્કિપ્લગ ઓવાયના વાઇસ પ્રેસિડેન્ટ જારી વાલ્ટાનેને જણાવ્યું હતુ કે, ભારત સસ્ટેનેબલ બાયોએનર્જી માટે વિશ્વભરમાં સૌથી સારા માર્કેટ પૈકીનું એક છે અને અમે મોડ્યુલર પ્લગ ફ્લો ટેક્નોલોજી રજૂ કરવા ઇન્ફિસ્ટાર રિન્યૂએબલ્સ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. ઘણાં દેશો અને અલગ-અલગ ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લીધા બાદ અમારું માનવું છે કે આ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી, મ્યુનિસિપાલિટી અને ખેડૂતોને તેમના કચરાને વધુ કાર્યક્ષમ રીતે ક્લિન એનર્જીમાં તબદીલ કરવા મદદ કરશે તથા ભારતના સસ્ટેનેબિલિટીના લક્ષ્યોને સપોર્ટ કરશે.