મુંબઈ: આજે આ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 356 પોઈન્ટનાં ઘટાડા સાથે 79,658 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 109 પોઈન્ટના ઘટાડા સાથે 24,656 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ અને વિપ્રો ટોચના શેરોમાં ઉછાળો નોંધાયો, આઇટી અને ડિફેન્સના શેરોમાં વધારો નોંધાયો. જયારે ઇન્ટરગ્લોબ એવિએશન, આઇસીઆઇસીઆઇ બેંક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એલ એન્ડ ટીના શેરોમાં ઘટાડો નોંધાયો.
ગુરુવારે, ભારતીય શેર બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 899.71 પોઈન્ટ(1.14 ટકા)ના વધારા સાથે 80,015.90 પર બંધ થયો. નિફ્ટી 50 પણ 285.40 પોઈન્ટ (1.17 ટકા)ના વધારા સાથે 24,765.90 પર બંધ થયો હતો.
યુએસ બજારો ઘટ્યા:
ગુરુવારે યુએસ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 784.67 પોઈન્ટ(1.61 ટકા)ના ઘટાડા સાથે 47,954.74 પર બંધ થયો. S&P 500 0.56 ટકાના ઘટાડા સાથે 6,830.71 પર બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.26 ટકાના ઘટાડા સાથે 22,748.99 પર બંધ થયો.
એશિયન બજારમાં ઘટાડો:
યુએસ બજારમાં નોંધાયેલા ઘટાડાની અસર આજે એશિયાના શેર બજારોના શરૂઆતના કારોબારમાં જોવા મળી રહી છે. આજે શરૂઆતના કારોબારમાં જાપાનના નિક્કી-225માં 0.24 ટકા અને ટોપિક્સમાં 0.42 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.87 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 2.45 ટકાનો વધારો નોંધાયો.