નવી દિલ્હી: દેશમાં કોમ્યુનિકેશનના વધતાં વ્યાપ વચ્ચે મોબાઈલ ફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેમજ મોબાઈલમાં સિમ કાર્ડ મેળવવા માટે ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડે છે. જેના થકી સીમ કાર્ડ યુઝર્સ માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત આજ કાલ સિમ કાર્ડના દૂરઉપયોગના કિસ્સા પણ વધી રહ્યા છે. જેના પગલે કેન્દ્ર સરકારે આજથી સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કર્યા છે.
યુઝર્સ પોતાના નામે ફક્ત નવ સિમ કાર્ડ ખરીદી શકશે
આ અંગે દૂરસંચાર વિભાગ દ્વારા 17 ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે. જેમાં દરેક
યુઝર્સ પોતાના નામે ફક્ત નવ સિમ કાર્ડ ખરીદી શકશે. તેથી જો તમારા નામે વધારે કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હશે તો વધારાના કાર્ડ ડીએક્ટિવ થઇ જશે.
TAFCOP સેવા પસંદ કરવી પડશે
આ ઉપરાંત યુઝર્સ પોતાના નામે કેટલા મોબાઈલ સિમ કાર્ડ એક્ટિવ છે તે જાણવા માટે સરકારની સત્તાવાર સંદેશાવ્યવહાર પોર્ટલની મુલાકાત લેવી પડશે અને 'તમારા નામે મોબાઇલ કનેક્શન્સ જાણો' અથવા TAFCOP સેવા પસંદ કરવી પડશે. જેમાં યુઝર્સ મોબાઇલ નંબર દાખલ કરશે તેની બાદ OTP નો ઉપયોગ કરીને તેને ચકાસી શકશે. જેની બાદ સિસ્ટમ યુઝર્સના નામે નોંધાયેલા મોબાઇલ કનેક્શનનોની વિગતો પ્રદર્શિત કરશે.
છેતરપિંડીવાળા કનેક્શનને ઓળખવામાં મદદ કરવાનો હેતુ
આ સત્તાવાર માહિતીનો હેતુ લોકોને તેમના નામે ઇસ્યુ કરવામાં આવેલા મોબાઇલ કનેક્શન્સ તપાસવામાં અને કોઈપણ સંભવિત છેતરપિંડીવાળા કનેક્શનને ઓળખવામાં મદદ કરવાનો છે.
સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ
આ ઉપરાંત સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. જે વિવિધ નાગરિક સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આમાં કોઈના નામે ઇસ્યુ કરાયેલા મોબાઇલ કનેક્શનની તપાસ કરવી અને શંકાસ્પદ અથવા નકલી કનેક્શનની જાણ કરવી શામેલ છે. DoT અનુસાર સંચાર સાથી એપ્લિકેશન Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
નંબરને રિપોર્ટ કરવા અને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય
જ્યારે યુઝર્સ મળેલી માહિતીના આધારે ઉપયોગમાં ના હોય તેવા નંબરને રિપોર્ટ કરવા અને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.