મુંબઈઃ ફિલ્મનિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ બીચ પાસે વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની તસીવર તેણે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કરી છે. એમની સાથે ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલીની દીકરી ઈદા અલી પણ બોલ્ડલૂકમાં જોવા મળી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. બન્ને ફિલ્મનિર્મતા પોતાની ફિલ્મોને લઈને અનેકવાર ચર્ચામાં રહ્યા છે. બન્નેની દીકરીનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ફેન્સ આ પોસ્ટ પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ દિલ અને ફાયર વાળું ઈમોજી શેર કરી રહ્યા છે.
બિચ પર મોજ મસ્તી
ઈમ્તિયાઝ અલીની દીકરીનું નામ ઈદા અલી છે. જ્યારે અનુરાગ કશ્યપની દીકરીનું નામ આલિયા કશ્યપ છે. બન્ને બાળપણની મિત્ર છે. બન્નેએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં બન્ને એક ફ્લાઈટમાં હોવાનું જાણવા મળ્યું છે. બન્ને બીચ પર દિલ ખોલીને એન્જોય કરી રહી છે. આ વિડિયો શૅર કરતા Bitches Love A Summah એવું કેપ્શન આપવામાં આવ્યું છે. આ એક પોપ્યુલર ફ્રેઝ છે. જેનો અર્થ એવો થાય છે કે, છોકરીઓને ગરમીની સીઝન પસંદ આવી રહી છે. આલિયા અને ઈદાનો આ વિડિયો કેપ્શનને જસ્ટિફાય કરે છે. બંને બીચ પર સાથે ઉનાળાની મજા માણતા જોવા મળે છે, જોકે બંનેમાંથી કોઈએ પણ આ વિડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે કે તેઓ ક્યાં વેકેશન મનાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કર્યો નથી.આલિયા અને ઈદા વચ્ચે ખૂબ સારૂ એવું બોન્ડિંગ છે. બન્નેનું સ્કુલિંગ પણ એકસાથે થયું છે. કૉલેજમાં પણ સાથે અભ્યાસ કર્યો છે.
ફેન્સના સવાલ
ડિસેમ્બર 2024માં આલિયાએ શેન ગ્રેગોઈરે સાથે લગ્ન કર્યા હતા. એ સમયે ઈદા પણ પોતાની ફ્રેન્ડની મેરેજ સેરેમનીમાં જોવા મળી હતી. ઈદા એ સમયે પ્રિ વેડ઼િંગ સેશનનો પણ એક ભાગ બની હતી. હાલમાં બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ફોટો અને વિડિયો શૅર કરી રહી છે. એમના આ બોલ્ડ વિડિયો પર 3 હજારથી વધારે લાઈક્સ મળી છે જ્યારે કોમેન્ટ બોક્સમાં ફેન્સ ક્યાં છો અને તેનું લોકેશન શું છે એવું પૂછી રહ્યા છે.