ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં વિભાગ દ્વારા 2 જૂન 2026 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ અનુસાર, રાજ્યમાં હજુ પણ પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા બાકી રહેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં માતબર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી રહેતા મોંઘવારી ભથ્થા અને એરિયર્સ (તફાવત) ની રકમ કર્મચારીઓને તબક્કાવાર ચૂકવવામાં આવશે, જેનાથી હજારો કર્મચારીઓમાં આનંદનો માહોલ છે.
રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને લાભ તેનો લાભ મળશે, સરકારના નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જે અંતર્ગત પાંચમા પગાર પંચ હેઠળ મુખ્ય પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ધોરણો અને નાણાં વિભાગની પુખ્ત વિચારણા બાદ, પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે અલગ-અલગ સમયગાળાના આધારે મોંઘવારી ભથ્થાના દરો નક્કી કરવામાં આવ્યા છે.
1 જુલાઈ 2022થી 369 ટકા
1 જાન્યુઆરી 2023થી 412 ટકા
1 જુલાઈ 2023થી 427 ટકા
1 જાન્યુઆરી 2024થી 443 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે
જાન્યુઆરી 2026ના પગાર સાથે વધારાનો લાભ પણ કર્મચારીઓને મળશે, 1 જુલાઈ 2021થી 1 જાન્યુઆરી 2024 સુધીના તફાવતની રકમ કર્મચારીઓને હપ્તાવાર ચુકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત પંચાયત કર્મચારીઓ સ્થાનિક સંસ્થાઓ નગરપાલિકા મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ આનો લાભ મળશે.