Thu Jul 23 2026

Logo

ગુજરાતને પીએમ સૂર્ય ઘર "મન્થ ઑફ સોલર- મે 2026"  અંતર્ગત  5 રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

2026-06-04 19:01:08
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી:  ગુજરાતે ફરી એકવાર  દેશના અગ્રણી રિન્યુએબલ એનર્જી રાજ્ય તરીકે પોતાની વૈશ્વિક અને રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બનાવી છે. કેન્દ્ર સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' અંતર્ગત "Month of Solar–May 2026" પહેલ હેઠળ ગુજરાતે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી કેટેગરી-B રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

દિલ્હીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા 

PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજનાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના "અટલ અક્ષય ઊર્જા ભવન"  ખાતે આજે ભવ્ય રાષ્ટ્રીય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીના હસ્તે  એવોર્ડ્સ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.

પીએમ સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ એનાયત 

ગુજરાતે ઉત્કૃષ્ટ અમલીકરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ "પીએમ સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ"  મેળવવાની સાથે અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓમાં પણ દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓ

 ૧. નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ 
 ૨. સૌથી વધુ રૂફટોપ સોલરનું કમિશનિંગ 
 ૩. DISCOM દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ 
 ૪. સૌથી વધુ વેન્ડર નોંધણીઓ 

35  હજારથી વધુ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા 

આ ઐતિહાસિક સફળતા બદલ સમગ્ર રાજ્યને અભિનંદન પાઠવતાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર  શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘MNRE દ્વારા તા. 1 મે થી 31  મે, 2026  દરમિયાન આયોજિત ‘મંથ ઓફ સોલાર મે-2026 ’ અભિયાન દરમિયાન ગુજરાતમાં 3.06  લાખ કરતાં વધુ ગ્રાહક અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જે પૈકી 35  હજારથી વધુ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા છે. 

નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહક અરજીઓ

આ ઉપરાંત 42,554  ડિસ્કોમ નિરીક્ષણો પૂર્ણ કરવાની સાથે 210 નવા વેન્ડરોની નોંધણી થઈ છે. આ કામગીરીના આધારે ગુજરાતે કેટેગરી-B રાજ્યોમાં તમામ ચાર કામગીરી આધારિત શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહક અરજીઓ તથા 6.81  લાખ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા છે.