Tue Aug 18 2026

Logo

એરપોર્ટ પર ગોવિંદા સાથે કોણ હતી આ યુવતી?પત્ની સુનિતા કરી ચૂકી છે નામ સાથે દાવો

2026-08-07 22:20:24
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 1990 ના દાયકાનો 'હીરો નંબર 1' તરીકે જાણીતો ગોવિંદા આજકાલ ફિલ્મોમાં દેખાતા નથી,પણ પોતાની અંગત જીવનના કારણે અનેકવાર વિવાદ અને ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને પત્નીના બેબાક અંદાજ અને બેફામ નિવેદનને કારણે અનેકવાર એની સામે સવાલ થતા રહ્યા છે. પત્ની આક્ષેપ કરતી રહી છે અને ગોવિંદા એના બચાવમાં મૌનીબાબા પણ બન્યો છે. આ વાતને લઈને હવે ચર્ચા એવી છે કે, એક ગ્લેમરસ ગર્લ સાથે ગોવિંદા જોવા મળતા અનેક પ્રકારની વાતો બોલિવૂડની ગલીઓમાં થઈ રહી છે. પત્ની સુનિતા આહુજા વચ્ચેના ઘર્ષણના અહેવાલો વ્યાપકપણે ફેલાઈ રહ્યા છે. આ વચ્ચે, એવી પણ અટકળો ચાલી રહી હતી કે તે કોમલ નામની અભિનેત્રી સાથે રિલેશનશીપમાં છે, આ અંગે એક્ટરે ક્યારેક દિલ ખોલીને વાત કરી નથી પણ બન્ને સાથે જોવા મળતા હવે કેટલીક વાતો પર દાવા થઈ રહ્યા છે. 

કોમલ સ્વર્ણકાર કોણ છે?
કોમલ રાની સ્વર્ણકરની વાત કરીએ તો, તે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એક ઊભરતો ચહેરો છે અને તે મૂળ ઉત્તર પ્રદેશની છે. તે 'રૂપા' ફિલ્મથી ગોવિંદા સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ગોવિંદા આ ફિલ્મથી તેને ઇન્ડસ્ટ્રીમાં લૉંચ કરી રહ્યો છે. 'રૂપા'ની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ગોવિંદાએ તેના વખાણ કરતા કહ્યું, "હું ભગવાનને પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે હું તમારી (રાની સ્વર્ણકર) સાથે પણ ઓછામાં ઓછી અડધો ડઝન હિટ ફિલ્મો આપીશ.


એકબાજુ એની પત્ની કોમલને લઈને દાવા કરી રહી છે બીજી તરફ બન્ને વચ્ચેના ટ્યુનિંગ કંઈક અલગ વાત રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં બન્ને એકસાથે જોવા મળતા પાપારાઝીઓએ એમના ફોટો ક્લિક કર્યા હતા. ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં 'કોમલ' નામનો ઉલ્લેખ કર્યો હતો. જાન્યુઆરી 2016 માં ઇન્ટરવ્યુ દરમિયાન ગોવિંદાની પત્નીએ ગોવિંદાના લગ્નેત્તર સંબંધો વિશે વાત કરી હતી. 

સુનિતાએ આપેલા જવાબ હજુ ચર્ચામાં
જ્યારે પૂછવામાં આવ્યું કે તેનું નામ કોમલ છે, ત્યારે સુનિતાએ જવાબ આપ્યો, "તેમાં થોડી ગૂંચવણ છે. તે ત્યાં અટકી નહીં. આગળ કહ્યું, "મને તે નામ નફરત છે - તેને બદલો. કોમલ નામની એક છોકરી છે, કોઈ XYZ... મને તેનાથી નફરત છે. અંતે, સુનિતાએ કહ્યું, જો મને ક્યારેય પુરાવા મળશે, તો હું ગોવિંદાને ક્યારેય માફ કરીશ નહીં. હવે જ્યારે ગોવિંદા અને કોમલના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, ત્યારે લોકો તેમને 'કોમલ' સાથે જોડી રહ્યા છે. જેની સાથે અભિનેતા પહેલા સંકળાયેલા હતા. સૂત્રો સૂચવે છે કે, ગોવિંદા અને કોમલ છેલ્લા ચાર વર્ષથી રિલેશનશિપમાં છે અને ઉત્તરાખંડમાં એક કાર્યક્રમમાં સાથે હાજરી આપી હોવાના અહેવાલ છે. આ ફોટા રિલીઝ થયા પછી, સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી