Wed Aug 19 2026

Logo

ભૂતપૂર્વ વિધાનસભ્ય પર હુમલો:  ભાજપના નગરસેવક, તેના સાથીદારને પાંચ વર્ષની કેદ

2026-06-26 20:15:27
Author: Yogesh C. Patel
Article Image

ગોંદિયા: 2016માં પત્રકાર પરિષદ દરમિયાન ભૂતપૂર્વ વિધાનસભ્ય પર હુમલો કરવા બદલ ગોંદિયા જિલ્લાની કોર્ટે ભાજપના નગરસેવક અને તેના સાથીદારને પાંચ વર્ષની કેદ ફટકારી હતી. ડિસ્ટ્રિક્ટ ઍન્ડ એડિશનલ સેશન્સ જજ એ. એસ. પ્રતિનિધિએ ગોંદિયા પાલિકાના નગરસેવક શિવ શર્મા અને તેના સાથીદાર રાહુલ શ્રીવાસને ભારતીય દંડસંહિતાની કલમ 325 હેઠળ દોષી ઠેરવ્યા હતા. 

કોર્ટ બંને જણને પાંચ વર્ષની કેદ ઉપરાંત પ્રત્યેકને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ કેસમાં પુરાવાના અભાવે અન્ય ચારને નિર્દોષ જાહેર કર્યા હતા. માહિતી અનુસાર તત્કાલીન કૉંગ્રેસી વિધાનસભ્ય ગોપાલદાસ અગ્રવાલ 9 એપ્રિલ, 2016ના રોજ સ્થાનિક હોટેલમાં પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે શર્મા અને શ્રીવાસ ત્યાં આવ્યા હતા અને તેમણે અગ્રવાલને લાફો માર્યો હતો. શ્રીવાસે અગ્રવાલ અને તેના પુત્ર પર હુમલો પણ કર્યો હતો, જે બોલચાલી વખતે પિતાને બચાવવા માટે આવ્યો હતો.

આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે શર્મા અને શ્રીવાસ તથા અન્ય ચાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમણે બંનેને ભગાડવામાં મદદ કરી હતી. (પીટીઆઇ)