સપ્તાહના પ્રથમ સેશનમાં ભારતીય શેરબજારોનું ગેપ ડાઉન ઓપનિંગ થયું છે. સેન્સેક્સ શુક્રવારના બંધ 77,569.39ની સપાટીએથી 606.04 પોઇન્ટ તૂટી 76,963.35ની સપાટીએ ઓપન થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી શુક્રવારે 24,206.90ની સપાટીએ બંધ થયો હતો. સોમવારના સેશનમાં નિફ્ટી 167.5 પોઇન્ટ ઘટી 24,039.40ની સપાટીએ ખુલ્યો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતા ક્રૂડની કિંમતોમાં ઉછાળાના પગલે બજારોમાં વેચવાલી હાવી થઇ ગઇ છે. બજારમાં 1,604 શેરોમાં ઘટાડો જોવા મળ્યો તો 196 શેરમાં કોઇ ફેરફાર ન થયો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપમાં અડધા ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો.
એશિયન બજારો
એશિયન બજારો પર નજર કરીએ તો મોટા ભાગના એશિયન બજારો લાલ નિશાનમાં જોવા મળ્યા. ગિફ્ટ નિફ્ટી 200 પોઇન્ટ તૂટયો. ઉપરાંત નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટમાં ઘટાડા તરફી મૂવમેન્ટ જોવા મળી. બીજી તરફ તાઇવાનનું માર્કેટ ગ્રીન ઝોનમાં જોવા મળ્યું છે.
નિફ્ટી ટોપ ગેઇનર્સ
નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો ટીસીએસ, ઓએનજીસી, એનટીપીસી, એચસીએલ ટેક્નોલોજી, પાવર ગ્રીડ કોર્પોરેશન, કેનેરા એચએસબીસી, હોમ ફર્સ્ટ, એમઆરપીએલ, પાઇન લેબ્સમાં લેવાલી જોવા મળી.
નિફ્ટી ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, બ્લૂ જેટ, ઝેન ટેક્નોલોજીસ, એન્જલ વન, એમએમ ફાઇનાન્સિયલ, ભારત ડાયનેમિક્સ, મૂથુટ ફાઇનાન્સના શેરમાં લાલ નિશાન સાથે ઘટાડો જોવા મળ્યો.