Sat Aug 29 2026

Logo

ફિફા ફાઇનલમાં મેસીનું સપનું ચકનાચૂર કરનારો સ્પેનનો ફેરાન ટોરેસ કોણ છે? ભારત સાથે પણ છે કનેકશન

Newyork   2026-07-20 08:40:00
Author: Mayur Patel
ફિફા ફાઇનલમાં મેસીનું સપનું ચકનાચૂર કરનારો સ્પેનનો ફેરાન ટોરેસ કોણ છે? ભારત સાથે પણ છે કનેકશન

ન્યૂ જર્સી: રવિવારે ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં 90 મિનિટ સુધી એકપણ ગોલ થયો નહોતો. પરંતુ તે બાદના વધારાના સમયમાં ઈતિહાસ રચાયો હતો. ફેરાન ટોરેસે શાનદાર ટાઈમિંગ સાથે ગોલ કર્યો હતો. આ ગોલ માત્ર મેચનો પ્રથમ ગોલ જ નહોતો પરંતુ સ્પેનને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારો પણ સાબિત થયો હતો. જે બાદ સમગ્ર વિશ્વમાં આર્જેન્ટિનાના મેસીનું સપનું ચકનાચૂર કરનારો ફેરાન ટોરેસ કોણ છે તેની ચર્ચા શરૂ થઈ હતી. 

જાણો કોણ છે ફેરાન ટોરેસ

29 ફેબ્રુઆરી, 2020ના રોજ સ્પેનના ફોયોસમાં જન્મેલો ફેરાન ટોરેસ આજે સ્પેનિશ ફૂટબોલનો સૌથી મોટો સ્ટાર છે. તે ફોરવર્ડ અને વિંગર બંને પોઝિશન પર રમી શકે છે. તેની સૌથી મોટી તાકાત સ્પીડ, શાનદાર ડ્રિબ્લિંગ, બંને પગથી રમવાની ક્ષમતા અને મોટી મેચોમાં પ્રેશરને હેન્ડલ કઈ રીતે કરવું તે છે. તે બાર્સિલોના અને સ્પેનની નેશનલ ટીમનો મહત્વનો હિસ્સો છે, પરંતુ અહીંયા સુધી પહોંચાવની સફર આસાન નહોતી.

ફેરાન ટોરેસે માત્ર છ વર્ષની ઉંમરે વેલેન્સિયાની પ્રખ્યાત ફૂટબોલ એકેડેમી જોઈન કરી હતી. અહીંથી જ તેમના ફૂટબોલનો પાયો તૈયાર થયો. 2016માં તેણે વેલેન્સિયા બી ટીમ તરફથી સિનિયર ફૂટબોલ ટીમમાં પ્રવેશ કર્યો,  તેના પછીના જ વર્ષે તેને મેઇન ટીમમાં સ્થાન મળ્યું હતું. ડિસેમ્બર 2017માં તેમણે લા લિગામાં ડેબ્યુ કર્યું અને તેઓ સ્પેનિશ લીગમાં રમનારો 2000ની સાલ પછી જન્મેલો પ્રથમ ફૂટબોલર બન્યો હતો. 2019માં તેણે ચેમ્પિયન્સ લીગમાં પોતાનો પ્રથમ ગોલ કર્યો અને વેલેન્સિયાના સૌથી નાની ઉંમરના ચેમ્પિયન્સ લીગ ગોલ સ્કોરર બની ગયો હતો. આ જ સમયગાળા દરમિયાન તેણે ક્લબ માટે સૌથી નાની ઉંમરે 50 લા લિગા મેચ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

 

ભારત સાથે શું છે કનેકશન

ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના શાનદાર વિનિંગ ગોલના લગભગ નવ વર્ષ પહેલાં, ફેરાન ટોરેસે 17 વર્ષના કિશોર તરીકે ભારત આવ્યો હતો. તેણે 2017માં ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં સ્પેનને સિલ્વર મેડલ જીતાડવામાં મદદ કરી હતી. તે સમયે વેલેન્સિયાની એકેડેમીનો હિસ્સો રહેલા ફેરાને સ્પેનની અત્યંત પ્રતિભાશાળી ટીમની સ્ટાર ખેલાડીઓમાંથી એક હતા. સ્પેનની ટીમમાં મોટે ભાગે રાઈટ-વિંગર તરીકે રમતા ફેરાને સ્પેનની ફાઇનલ સુધીની સફરમાં બે ગોલ અને બે આસિસ્ટનું યોગદાન આપ્યું હતું. ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે સ્પેનની 5-2થી થયેલી હારમાં પણ તે પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હતો.

ફિફા ફાઇનલમાં લિયોનલ મેસીની આંખોમાં આંસુ લાવી દેનારો ગોલ ફેરાને કર્યો, તેના ઘણા સમય પહેલાં તેમની આ અસાધારણ પ્રતિભાની પ્રથમ ઝલક કોચીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ અને કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણમાં જોવા મળી હતી.

2026માં વર્લ્ડ કપ જીતનારી સ્પેનની આ ટીમમાં વધુ એક એવા ખેલાડી સામેલ છે જેમણે ભારતીય ધરતી પર પોતાની પ્રથમ છાપ છોડી હતી. બાર્સિલોનામાં ફેરાનના સાથી ખેલાડી અને સેન્ટર-બેક એરિક ગાર્સિયા પણ ભારતનો પ્રવાસ કરનારી સ્પેનની અંડર-17 ટીમનો હિસ્સો હતો. એરિક આર્જેન્ટિના સામેની ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં 21 મિનિટ રમ્યો હતો.

ડિસેમ્બર 2021માં બાર્સિલોનાએ ફેરાન ટોરેસને માન્ચેસ્ટર સિટીએ આશરે 5.5 કરોડ યુરોમાં કરારબદ્ધ કર્યો હતો. જાન્યુઆરી 2022માં સત્તાવાર રીતે ક્લબ જોઈન કરી અને જૂન 2027 સુધીનો કરાર કર્યો. તેના કોન્ટ્રાક્ટમાં એક અબજ યુરોની બાયઆઉટ ક્લોઝ રાખવામાં આવી હતી, જેના પરથી ક્લબ માટે તે કેટલો મહત્વનો ખેલાડી છે તે સાબિત થાય છે. શરૂઆતમાં તેણે કેટલાક મહત્વના ગોલ કર્યા, પરંતુ આગામી સીઝનમાં તેનું ફોર્મ કથળ્યું હતું. રોબર્ટ લેવાંડોવ્સકી, રાફિન્હા અને ઉસ્માન ડેમ્બલે જેવા ખેલાડીઓની હાજરીમાં બેંચ પર બેસવું પડ્યું હતું.