મુંબઈ: મહારાષ્ટ્રમાં કેબ અને ઓટોરિક્ષા ચાલકો માટે પ્રેક્ટિકલ મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાના નિર્ણય વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેબ ડ્રાઈવર અને મુસાફર વચ્ચે OTP મરાઠીમાં બોલવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળે છે.
વીડિયોમાં મુસાફર કેબની આગળની સીટ પર બેઠેલો જોવા મળે છે અને વીડિયો શરૂ કરતાં 'બોલો' કહે છે. ત્યારબાદ ડ્રાઈવર તેને અંગ્રેજીમાં બોલવાનું કહે છે. મુસાફર ચાર આંકડાનો OTP મરાઠીમાં બોલ્યો હતો, જેના પર ડ્રાઇવરે ફરીથી OTP કહેવા માટે કહ્યું હતું અને ફોન ડેશબોર્ડ પર રાખીને મુસાફરને જાતે OTP દાખલ કરવાનો પણ વિકલ્પ આપ્યો હતો.પણ તો પણ મુસાફરે તેની જીદ્દ છોડી નહોતી.
#mahrashtra में कैब ड्राइवर यात्री में हुआ #marathi का विवाद। यात्री ओटीपी मराठी भाषा में बता रहा था,तो ड्राइवर बोला भाई इंग्लिश में बता न ओटीपी। लेकिन वो बार-बार मराठी में बोल रहा था, तो ड्राइवर बोला ये ऐप बता किस भाषा में चलता है मराठी में या इंग्लिश में उसके बाद बात और बढ़ गई। pic.twitter.com/ifKXow9nUs
— Chetna Raja (@ChetnaRaja) August 20, 2026
આ દરમિયાન ડ્રાઈવરે મુસાફરને સવાલ કર્યો હતો કે, "એપ અંગ્રેજીમાં છે કે મરાઠીમાં?" તેના જવાબમાં મુસાફરે કહ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને રાજ્યએ તેને લાઈસન્સ આપ્યું છે. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી વધુ ઉગ્ર બનતી જોવા મળી હતી, આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ પણ તે બાબતે મિશ્ર પ્રતિક્રિયા આપી હતી.
જોકે, આ ઘટના ક્યારે અને ક્યાં બની હતી તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત કઈ એપ આધારિત કેબમાં આ ઘટના બની હતી તે પણ સ્પષ્ટ નથી. વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર 20 ઓગસ્ટ, ગુરુવારથી ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો માટે વ્યવહારુ મરાઠી ભાષાના જ્ઞાનના નિયમનો અમલ શરૂ કરી રહી છે. ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાઈકે ગઈકાલે આ અંગે માહિતી આપી હતી.
મહારાષ્ટ્ર મોટર વ્હીકલ્સ (અમેન્ડમેન્ટ) રૂલ્સ હેઠળ Ola, Uber અને Rapido જેવા એપ આધારિત કેબ ડ્રાઇવરો માટે પણ મરાઠીનું પ્રેક્ટિકલ જ્ઞાન ફરજિયાત રહેશે અને એગ્રીગેટર પ્લેટફોર્મ કે તેમના ડ્રાઈવરોને કોઈ છૂટ આપવામાં આવી નથી, જે ચાલકો પરીક્ષામાં સફળ નહીં થાય તેમના લાઈસન્સ પણ રદ્દ કરવાની જોગવાઈ નવા નિયમો હેઠળ છે. તે વચ્ચે હવે આ વિવાદે લોકોને વિચારતા કરી દીધા છે.