Thu Oct 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 23 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-23 07:17:24
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 23 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-23 21:29:31

ઓમાનના દરિયાકાંઠે જહાજ પર હુમલામાં ભારતીય નાવિક સૂરજ યાદવનું મૃત્યુ

મિડલ ઈસ્ટના હજુ પણ તણાવ યથાવત છે. આ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે  હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક જહાજ પર થયેલા ટોર્પિડો હુમલામાં ભારતીય નાવિક સૂરજ યાદવનું મૃત્યુ થયું છે.આ જહાજમાં કુલ 20 ભારતીયો સહિત કુલ 28 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.આ હુમલામાં જહાજનો એક ભાગ અને એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે.

2026-09-23 21:11:01

હોર્મુઝમાં જહાજ પર હુમલોઃ ભારતીય નાવિકનું મૃત્યુ

મિડલ ઈસ્ટના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક એક માલવાહક જહાજ પર ટોરપીડોથી હુમલો કર્યો છે, જે ભારત આવી રહ્યું હતું. આ હુમલામાં યુપીના દેવરિયાના ભારતીય નાવિકનું મોત થયું છે. જહાજ પર 28 ક્રૂ મેમ્બર હતા, જેમાં 20 જેટલા ભારતીય હતા.

2026-09-23 20:22:55

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત, એસ.જયશંકરે 100 ટકા ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 81માં સત્ર દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે મુલાકાત થઇ હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે  વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રાદેશિક મુદ્દાઓ પર  સંકલન મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકરે 100 ટકા ટેરિફનો  મુદ્દો ઉઠાવ્યો  હતો.

2026-09-23 19:39:58

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ટ્રેનની અડફેટે આવતા ચાર યુવકોના મોત, એક ઘાયલ

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજ રાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવેલા પાંચ યુવાનોમાંથી ચાર યુવકના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે.

2026-09-23 17:37:12

ચૂંટણી પંચ પર આક્ષેપો બાદ મમતા બેનર્જીના પ્રહાર, કહ્યું મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડ કરો, પુન: મતદાનની પણ માંગ

દેશના ચૂંટણી પંચ પર કરવામાં આવેલા આક્ષેપો બાદ હવે રાજકારણ ગરમાયું છે. જેમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નિશાન બનાવ્યા છે. તેમણે  જ્ઞાનેશ કુમારની ધરપકડની માંગ કરી છે. તેમજ  પશ્ચિમ બંગાળમાં પુન: મતદાન કરવાની પણ માંગ કરી છે.

2026-09-23 16:37:41

ચૂંટણી પંચ વિરુદ્ધ આક્ષેપો અંગે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનું ષડયંત્ર

ભારતના ચૂંટણી પંચ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપોનો ભાજપે જવાબ આપ્યો છે. આ અંગે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે વર્ષ 2014થી પીએમ મોદીએ સત્તા સંભાળી ત્યારથી વિપક્ષ સતત તેમને નકારી રહ્યો છે. તેમજ જ્યારે કોંગ્રેસ અને વિપક્ષો જનતાનું દિલ જીતવામાં નિષ્ફળ નીવડ્યા ત્યારે હવે બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

2026-09-23 16:05:58

ભારત અને અમેરિકી સૈન્ય દળો વચ્ચે  યુદ્ધ અભ્યાસનો પ્રારંભ

ભારત અને અમેરિકી સૈન્ય દળો વચ્ચે બુધવારથી રાજસ્થાનના બિકાનેરમાં યુદ્ધ અભ્યાસનો પ્રારંભ થયો છે. મહાજન ફિલ્ડ  ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય સેનાના AH-64E અપાચે  હેલિકોપ્ટર ભારતીય તથા અમેરિકી સૈનિકોની સાથે સંકલિત ઓપરેશનલ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ નો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં અપાચે એટેક હેલિકોપ્ટર દ્વારા હવામાંથી જમીન પર લક્ષ્ય પર સચોટ નિશાન લગાવવામાં આવી રહ્યું છે.

2026-09-23 15:08:26

ભાજપે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા, સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની જવાબદારી

ભાજપે સંગઠનમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. જેમાં સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની તથા સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની જવાબદારી સોંપી છે. જ્યારે  વિનોદ તાવડે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે યથાવત રહેશે.

2026-09-23 11:16:28

મોદી અમેરિકાના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે ખાસ મુલાકાત કરીને ટેરિફ અંગે ચર્ચા-વિચારણા કરી શકે છે, અમેરિકાના મહાનગર ફ્લોરિડામાં યોજાનારી G20 શિખર સંમલેન ઈવેન્ટમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. હાલમાં આ વિષયને લઈને ભારત સરકારે ખાસ કોઈ ચોખવટ કરી નથી. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ટ્રમ્પ સાથે તે દ્વીપક્ષીય બેઠક યોજીને મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત કરી શકે છે.

2026-09-23 09:47:03

PM મોદી ડિસેમ્બરમાં કેનેડાની લઈ શકે છે મુલાકાત

કેનાડાના પીએમ માર્ક કાર્નીએ જણાવ્યું કે ભારત અને કેનેડા વચ્ચે વેપાર વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે, અને બંને દેશો વર્ષના અંત સુધીમાં વેપાર કરાર પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત સાથેના સંબંધો ફક્ત વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ સંબંધો, સુરક્ષા અને આર્થિક સહયોગ પણ મહત્વપૂર્ણ ઘટકો છે. પીએમ મોદી ડિસેમ્બરમાં કેનેડાની મુલાકાતે આવી શકે છે.

2026-09-23 08:24:57

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ જાહેર કરી છે ઉમેદવાર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ વેગ પકડી રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે  મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લમેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં મનપાની 44 બેઠકો માટે ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી શકે છે.

2026-09-23 07:45:05

24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ 2.72 ઇંચ, અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ,પોરબંદરના રાણાવાવમાં 2.46 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો હતો.