દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ભારતની બન્ને ટ્રોફી વાનખેડે સ્થિત બીસીસીઆઇની હેડ ઑફિસમાં પહોંચી જશેઃ સૈકિયા
ભારતે માર્ચમાં મેન્સ એશિયા કપ અને તાજેતરમાં વિમેન્સ એશિયા કપ જીતવા છતાં એ બન્ને ટ્રોફી ચૅમ્પિયન ભારતીય ટીમોને નથી મળી, કારણકે પાકિસ્તાનના મોહસિન નકવીના હાથે એ ટ્રોફી એનાયત થવાની હોવાથી ભારતીય ટીમોએ એ સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ વિચિત્ર સ્થિતિ બાબતમાં બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ શુક્રવારે વાર્ષિક સભા બાદ એક મુલાકાતમાં કહ્યું, `બન્ને ટ્રોફી એક દિવસ તો ભારત આવી જ જવાની છે. ટ્રોફી ક્યારે ભારત આવશે એ સમય તો કહી શકું એમ નથી, પરંતુ એટલી ખાતરી આપું છું કે ટૂંક સમયમાં બન્ને ટ્રોફી વાનખેડે સ્ટેડિયમ સ્થિત બીસીસીઆઇની હેડ ઑફિસમાં પહોંચી જશે.'

બીસીસીઆઇ વર્ષે 3,000 કરોડ રૂપિયાનો આવક વેરો ભરે છે
બીસીસીઆઇ તરીકે પ્રચલિત ભારતીય ક્રિકેટ બોર્ડ વર્ષે સરેરાશ 3,000 કરોડ રૂપિયાનો આવક વેરો ભરે છે એવું એક અખબારી અહેવાલમાં જણાવાયું છે. એમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બીસીસીઆઇએ શુક્રવારની વાર્ષિક સભામાં સભ્યો સમક્ષ આ માહિતી શૅર કરી હતી. અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે બીસીસીઆઇ હજી નૅશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ ઍક્ટ હેઠળ નિયુક્ત રમતગમત તરીકે સૂચિત નથી કરવામાં આવ્યું અને રાજ્યોના ક્રિકેટ અસોસિયેશનોને વર્તમાન બંધારણ મુજબ જ ચૂંટણી રાખવાની સૂચના અપાઈ છે.
ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો ઉગ્ર વિરોધ, પૂર્વ VCના ફોટો પર લિપસ્ટિક લગાવી બંગડીઓ પછાડી
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વિવાદિત ખર્ચ મામલે NSUI દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે હંગામો કરવામાં આવ્યો હતો. નીરજા ગુપ્તાએ લિપસ્ટિક સહિતના અંગત ખર્ચના બિલ યુનિવર્સિટી ફંડમાંથી પાસ કરાવ્યા હોવાનો આરોપ સામે આવતા છાત્રોમાં રોષ ફેલાયો હતો. NSUI કાર્યકરોએ પૂર્વ VCના ફોટો પર લિપસ્ટિક લગાવી તેમજ બંગડીઓ પછાડી નોંધાવ્યો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ: મારવાડી કોલેજના 10માં માળેથી યુવતી પટકાઈ
રાજકોટની મારવાડી કોલેજના 10માં માળેથી નીચે પટકાતા 19 વર્ષીય યુવતીનું મોત થયું છે. મૃતકનું નામ અલ્લાવેંકટા સોભાગ્ય વર્ષિતા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત છે કે આપઘાત તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. ઘટનાના પગલે કોલેજ કેમ્પસમાં ચકચાર મચી ગઈ છે.
PM મોદીના હસ્તે 20માં રોજગાર મેળો યોજાશે, 51,000થી વધુ યુવાનોને ઓફર લેટર અપાશે
દેશભરમાં 20મો રોજગાર મેળો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહ્યો છે. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વડા પ્રધાન મોદી યુવાનોને સંબોધન કરશે અને સરકારી નોકરીમાં પસંદગી પામનારા 50 હજારથી વધારે યુવાનોને ઓફર લેટર આપશે. આ અભિયાનમાં દેશભરમાંથી 50,000થી વધુ યુવાનો જોડાઈ રહ્યા છે