ભુજ: તાલુકાના લોડાઈ ગામે પાણીપુરી ખાધા બાદ અંદાજે ૫૦થી વધુ ગ્રામજનોની તબિયત લથડતા તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૧૪મી એપ્રિલના રોજ ગામમાં પાણીપુરી ખાધા બાદ બીજા દિવસે અનેક લોકોની તબિયત એકાએક બગડી હતી. જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોડાઈના રહીશ રફીક ગગડાએ જણાવ્યું હતું કે, પાણીપુરી આરોગ્યાના બીજા દિવસે તીવ્ર ઝાડા-ઊલટી શરૂ થયા હતા. ગામના અંદાજે ૫૦થી ૬૦ જેટલા લોકો આ દૂષિત ખોરાકની અસરમાં આવ્યા છે, જે પૈકી ૧૦થી ૧૫ દર્દીઓ જી.કે. જનરલ હોસ્પિટલમાં અને અન્ય લોકો ભુજની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટનાને પગલે લોડાઈના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ૩૫થી ૪૦ દર્દીઓની ઓપીડી નોંધાઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લેતા જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા ગામમાં ઘરે-ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ગામના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન કરવામાં આવ્યું છે અને ખાદ્યપદાર્થોના નમૂના લેવાની તજવીજ હાથ ધરાઈ છે.
એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે, જોકે હાલ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
દરમ્યાન, કાળઝાળ ગરમીમાં તાપમાન વધુ હોવાને કારણે ખોરાક અને પાણીમાં બેક્ટેરિયાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય છે, જેના પરિણામે ફૂડ પોઈઝનિંગ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ જેવી બીમારીઓ વકરે છે. ખાસ કરીને ખુલ્લામાં વેચાતી પાણીપુરી, બરફના ગોળા કે વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ તેમ તબીબોએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગે પણ ગ્રામજનોને ઉકાળેલું પાણી પીવા અને તાજો તેમજ ગરમાગરમ ખોરાક જ લેવાની સલાહ આપી છે. ઉનાળા દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુ પ્રવાહી લેવું અને સહેજ પણ તબિયત બગડે તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ હરીશ આહીર, એચ.એસ.આહીર, નરેન્દ્રસિંહ જાડેજા,રમેશ ગરવા, લાખાજી સોઢા,લાલીબેન ભાનુ આહીવાલ, રસિકબા જાડેજા તથા અન્ય ૧૫ થી ૨૦ કાર્યકરોના ટોળાં સામે ગુનો દાખલ થયો છે.
પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, બળપ્રયોગ અને શાંતિભંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણી ટાંકણે જ બનેલી આ ઘટનાએ કચ્છના રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
(ઉત્સવ વૈદ્ય)