Fri Jul 24 2026

Logo

ખેડાના મહેમદાબાદમાં 20 ઇંચ વરસાદ,  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિત 27 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ

2026-07-24 07:54:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખેડાના મહેમદાબાદમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિત 27 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનર મુંજબ આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 255 તાલુકામાં વરસાદ વરસ્યો છે. એક તાલુકામાં 20 ઇંચ, એક તાલુકામાં 19 ઇંચથી વધારે,  ચાર તાલુકામાં 17 ઇંચથી વધારે, એક તાલુકામાં 16 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 14 ઇંચથી વધારે, એક તાલુકામાં 13 ઇંચથી વધારે, એક તાલુકામાં 12 ઇંચથી વધારે,  નવ તાલુકામાં 11 ઇંચથી વધારે,  પાંચ તાલુકામાં 10 ઇંચથી વધારે,  ચાર તાલુકામાં 9 ઇંચથી વધારે,  ચાર તાલુકામાં 8 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 7 ઇંચથી વધારે,  આઠ તાલુકામાં 6 ઇંચથી વધારે, 13 તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

14 તાલુકામાં 4 ઇંચથી વધારે,  28 તાલુકામાં 3 ઇંચથી વધારે, 31 તાલુકામાં 2 ઇંચથી વધારે, 53 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 63 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

ખેડાના મહેમદાબાદમાં સૌથી વધુ 19.96 ઇંચ, ધોળકામાં 18.62 ઇંચ, ચીખલીમાં 17.76 ઇંચ, ખેરગામમાં 17.09 ઇંચ, ઉમરગામમાં 17.09 ઇંચ, ઉમરપાડામાં 17.05 ઇંચ, માતરમાં 16.22 ઇંચ, ખેડામાં 14.72 ઇંચ, વિરમગામમાં 14.61 ઇંચ, વાંસદામાં 14.57 ઇંચ, વઘાઈમાં 14.45 ઇંચ, ગણદેવીમાં 13.07 ઇંચ, નડીયાદમાં 12.91 ઇંચ, માંડલમાં 11.81 ઇંચ, પારડીમાં 11.73 ઇંચ, અમદાવાદમાં 11.65 ઇંચ, બાવળામાં 11.65 ઇંચ,  વસોમાં 11.61 ઇંચ, દસ્ક્રોઈમાં 11.57 ઇંચ, ડોલવણમાં 11.46 ઇંચ, સોજીત્રામાં 11.26 ઇંચ, નેત્રંગમાં 11.18 ઇંચ, નાનાપોંઢામાં 10.79 ઇંચ, વલસાડમાં 10.71 ઇંચ,બેચરાજીમાં 10.28 ઇંચ,  અંબિકામાં 10.28 ઇંચ,  પેટલાદમાં 10.04 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

તારાપુરમાં 9.76 ઇંચ, ધરમપુરમાં 9.69 ઇંચ,  બોરસદમાં 9.61 ઇંચ, કપરાડામાં 9.21 ઇંચ, આણંદ 8.82 ઇંચ, ડાંગમાં 8.35 ઇંચ, સુબીરમાં 8.31 ઇંચ, વાપી 8.07 ઇંચ, વ્યારામાં 7.64 ઇંચ, વ્યારામાં 7.52 ઇંચ, કડીમાં 7.52 ઇંચ, ઉકાઈમાં 7.13 ઇંચ, કામરેજમાં 7.09 ઇંચ, કુંકાવાવ-વડીયામાં 7.01 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આજે ક્યાં છે રેડ એલર્ટ

આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.