Sat Apr 18 2026

Logo

આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મનો ધમાકેદાર ફર્સ્ટ લૂક રીલિઝ, ત્રણ મહિલા સાથે લફરૂ કે સ્કૈમ?

2026-04-18 18:40:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ કંઈક અલગ જ વિષય પર દમદાર કોન્ટેટ સાથે ફિલ્મ બનાવવા માટે જાણીતા કલાકાર આયુષ્માન ખુરાની ફિલ્મ આવી રહી છે, જે ફિલ્મની ઘણા સમયથી રાહ જોવામાં આવતી એ ફિલ્મ 'પતિ-પત્ની ઔર વો દો' હવે થિયેટર્સમાં આવી રહી છે. ફિલ્મનું એક પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ ફર્સ્ટ લૂકમાં આયુષ્માનનો એક નવો અવતાર દેખાઈ રહ્યો છે. રોમેન્ટિક અને ડ્રામા ફિલ્મમાં પહેલીવાર આયુષ્માન અને સારા એકસાથે જોવા મળશે. સારા અલીખાન સાથે વામિકા ગબ્બી અને રકુલ પ્રિતસિંહ પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી રહી છે. 

ત્રણ મહિલાના ચક્કરમાં પાંડેજી

આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે, જેમાં આયુષ્માન પ્રજાપતી પાંડેનો રોલ પ્લે કરી રહ્યો છે. પોસ્ટમાંથી જ મેકર્સે ફિલ્મની સ્ટોરીલાઈન અંગે ઈશારો કરી દીધો છે. પોસ્ટર પર લખ્યું છે કે, શિકાર ખુદ યહાં શિકાર હો ગયા, અબ જાલ મેં ફંસ ગયા હમારે પ્રજાપતી પાંડે. આ ફિલ્મ 15 મેના રોજ થિયેટર્સમાં આવી રહી છે. પોસ્ટરમાં આયુષ્માન ખુરાના કોઈ વાતને લઈને પરેશાન હોય એવું દેખાઈ રહ્યું છે. સાઈડમાં ત્રણ-ત્રણ મહિલાઓના હાથ દેખાઈ રહ્યા છે. આ પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, ત્રણ મહિલાના ચક્કરમાં પાંડેજી ક્યાંક તો અટવાયા છે. કોઈ તો એવો કાંડ છે જેમાંથી હવે તે બાહર આવી શકે એમ નથી. 

નવી થીમ પર નવી સ્ટોરી

સૌથી મોટી અને નોંધવા જેવી વાત એ છે કે, પાંડેજીની બાજુમાં એક ચિત્તો બેઠેલો છે. હવે આ સીન તો ટીઝર આવે પછી જ સમજાશે. પણ ફિલ્મ સો ટકા કોમેડી અને રોમેન્ટિક રહેવાની છે. આ ફિલ્મ પણ એક ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. ગત વર્ષે જ આ ફિલ્મના મેકર્સે નવી ફિલ્મને લઈને જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર નવા કલાકારો સાથે નવી સ્ટોરી જોવા મળશે. આ ઉપરાંત,  એક અલગ થીમને લઈને આયુષ્માન આવી રહ્યો છે. આ ફિલ્મ ટી સીરિઝના ભૂષણકુમાર અને બી.આર. સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરી છે. આ પહેલા આયુષ્માનની ફિલ્મ થામા આવી હતી, જે એક હોરર કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ઠીકઠાક ચાલી હતી.