Fri Sep 04 2026

Logo

આચમનઃ વિશ્વાસ-આત્મવિશ્વાસ આખી જિંદગીની કમાણી પળવારમાં છિન્નભિન્ન થઈ જાય તો?

2026-03-30 09:10:00
Author: Anwar Valiyani
આચમનઃ વિશ્વાસ-આત્મવિશ્વાસ આખી જિંદગીની કમાણી પળવારમાં છિન્નભિન્ન થઈ જાય તો?

 

અનવર વલિયાણી

પ્રસ્તુત લેખના ગયા અંકના 3જા ભાગમાં કહ્યું તેમ સફળતાનું બીજું નામ જ આત્મવિશ્વાસ છે પણ એ વાસ્તવિકતા સામે પણ આંખ આડા કાન કરી શકાય તેમ નથી કે ઘણા લોકોનો આત્મવિશ્વાસ પણ ફ્લેક્સિબલ હોય છે.

- જેવી સ્થિતિ અને સંજોગ એવો આત્મવિશ્વાસ.
- આવા લોકો ટૂંકા સમય માટે સફળ થઈ શકે.
- પણ લાંબી રેસના ઘોડા ન બની શકે.
ધર્મતેજ પૂર્તિના વહાલા શ્રદ્ધાળુ વાચકમિત્રો!

- ખરેખર તો આત્મવિશ્વાસ એટલો દૃઢ હોવો જોઈએ કે આખી દુનિયા એક તરફ થઈ જાય છતાં તમારો વિશ્વાસ ડગે નહીં.

- ગયા અંકમાં કહ્યું તેમ વિમાનના શોધક રાઇટ બ્રધર્સે જ્યારે પ્રથમવાર આવા ઊડતા યંત્ર વિશેનો પ્રસ્તાવ લંડનની સાયન્સ સોસાયટી સમક્ષ મૂક્યો ત્યારે તેને હસી કઢાયો હતો અને તે સમયે આ સાયન્સ સોસાયટીના પ્રમુખ હતા જાણીતા વૈજ્ઞાનિક લોર્ડ કેલ્વિન, જેમના નામથી ટેમ્પરેચર કેલ્વિમાં પણ મપાય છે.

* લંડનની સાયન્સ સોસાયટીના પ્રમુખ અને તે પણ એક મહાન વૈજ્ઞાનિક જ્યારે આવું કહે ત્યારે એને પડકારવાની હિંમત કોણ કરે?

- છતાં રાઈટ બ્રધર્સને પોતાનામાં અતૂટ વિશ્વાસ હતો કે આવું ઊડતું યંત્ર એ અવશ્ય બનાવશે અને 1908માં તેમણે સૌપ્રથમવાર પ્રાથમિક કહી શકાય એવું હવાઈ જહાજ બનાવ્યું અને ઉડાડી બતાવ્યું.

* જે વસ્તુ આખી દુનિયાએ અશક્ય છે એમ કહી હતી તેને આ બંને રાઈટ બ્રધર્સે પોતાના આત્મવિશ્ર્વાસથી સાબિત કરી દેખાડી.

- વહાલા જિજ્ઞાસુ વાચક મિત્રો!
* કહેવાનો મતલબ છે કે, દૃઢ આત્મવિશ્વાસથી જ કોઈપણ વસ્તુ મેળવી શકાય છે.
* આ દુનિયામાં
* ખોવાઈ ગયેલ,
* લૂંટાઈ ગયેલ મતા કે પછી

* આખી જિંદગી મહેનત કરીને જે સામ્રાજ્ય ઊભું કર્યું હોય એ સંપત્તિ જો પળવારમાં છિન્નભિન્ન થઈ જાય તો માણસ ચોક્કસ ભાંગી જાય તે છતાં એ બધું જ ફરી પાછું મળી શકે છે, પણ જો એકવાર આત્મવિશ્વાસ તૂટી ગયો તો જીવનમાં કાંઈ થઈ ન શકે.
વરસો જૂની ધર્મતેજ પૂર્તિને નવા-જૂના વાચક મિત્રોએ ઘણી બિરદાવી છે અને પોતાના વિચારો પણ અમને વખતોવખત લખી મોકલતા હોય છે.
આપ વાચક મિત્રોનાં સૂચનો અમને માર્ગદર્શન આપનારા બની રહેવા પામતા હોઈ, દિશા દાખવનારા બની રહે છે.
* * *
ગુલદસ્તા

- લાલાને થાળ ધરાવી બહાર જવાથી લાલો ભોજન આરોગતો નથી.
* પ્રભુ સામે હાથ જોડી, કીર્તન કરી આરોગવા કહો.
* સાહેબને પણ ચા પીવા માટે આગ્રહ કરવો પડે.
* જ્યાં પ્રેમ છે ત્યાં ભૂખ છે.
* પ્રેમ નથી ત્યાં પકવાન તુચ્છ છે એમ ભગવાન માટે સમજજો.