Mon Sep 07 2026

Logo

અમરેલીના બાઢડા ગામે નવનિર્મિત પુલ ધરાશાયી: ભ્રષ્ટાચારને કારણે લાખો રૂપિયા પાણીમાં

2026-03-12 22:07:02
Author: Vimal Prajapati
અમરેલીના બાઢડા ગામે નવનિર્મિત પુલ ધરાશાયી: ભ્રષ્ટાચારને કારણે લાખો રૂપિયા પાણીમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમરેલીઃ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામના પરા વિસ્તાર પુલ ધરાશાયી થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બાઢડા ગામ નજીક આવેલી લામધાર નદી ઉપર ગ્રામ પંચાયત દ્વારા પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો તે પુલ બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ગામના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ભ્રષ્ટાચારના કારણે 5 લાખ રૂપિયાનું પાણી થઈ ગયું છે. 

પુલ બન્યાના ગણતરીના દિવસોમાં તે ધરાશાયી

ચોંકાવનારી વાત એ છે કે, અમરેલી જિલ્લાના લામધાર નદી ઉપર પુલ બન્યાના ગણતરીના દિવસોમાં તે ધરાશાયી થઈ હતો. જેનો વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાઢડા અને વિજ્યા નગરને જોડવા માટે આ પુલ બનવામાં આવ્યો હતો. પરંતુ માત્ર ગણતરીના દિવસોમાં જ પુલ બેસી ગયો હોવાની કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવા માટે પણ માંગણી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે આ પુલના કામમાં ભ્રષ્ટાચાર કર્યો તેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં છે.

કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી 

આ મામલે ગ્રામજનોએ યોગ્ય તાપસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી હેઠળ બાઢ઼ા ગ્રામપંચાયત દ્વારા આ પુલની કામગીરી કરવામાં આવી હતી. પુલ બેસી ગયો હોવાના કારણે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામનું પેમેન્ટ અટકાવી કામ બંધ કરાવ્યું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. હવે આ પુલનું કામ કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા આપ્યા વિના જ કરાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.