વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને ઈન્ડિયન ડાયસ્પોરા વૈશ્વિક અર્થતંત્રમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA)ના ઓફિશિયલ આંકડાઓ અનુસાર, વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યામાં અમેરિકા (USA) સૌથી મોખરે છે. વિવિધ દેશોમાં ભારતીયોની વસ્તી, તેમનું સામાજિક સ્તર અને તેમની આજીવિકાના સાધનો અલગ-અલગ છે. સિલિકોન વેલીના આઈટી એન્જિનિયર્સથી લઈને ગલ્ફ દેશોના કન્સ્ટ્રક્શન વર્કર્સ સુધી, જાણો કયા દેશમાં ભારતીયો શું કામ કરી રહ્યા છે.
અમેરિકા (USA) - આશરે 54 લાખ ભારતીયો:
વસ્તી: અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા આશરે 54 લાખ (5.4 Million) છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. વાત કરીએ કે ભારતીયો ત્યાં શું કામ કરે છે એની તો અમેરિકામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ ગુગલ, માઇક્રોસોફ્ટ જેવી ટોચની કંપનીઓમાં સોફ્ટવેર એન્જિનિયર્સ, ડેટા સાયન્ટિસ્ટ્સ અને સિનિયર એક્ઝિક્યુટિવ્સ (CXO) તરીકે સેવા આપે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભારતીય ડોક્ટર્સ, સર્જન્સ, મેડિકલ રિસર્ચર્સ અને યુનિવર્સિટી પ્રોફેસર્સ છે. કેટલાક ભારતીયોએ અમેરિકામાં સફળ સ્ટાર્ટઅપ્સ, મોટેલ્સ, રિટેલ સ્ટોર્સ અને ટ્રાન્સપોર્ટ બિઝનેસ ઊભા કર્યા છે.
સંયુક્ત આરબ અમીરાત (UAE) - આશરે 36થી 39 લાખ લાખ ભારતીયો
ખાડી દેશોમાં UAE બીજા ક્રમે આવે છે, જ્યાં અંદાજે 36 લાખથી 38.9 લાખ ભારતીયો વસે છે. યુએઈમાં ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં ભારતીય કુશળ-અર્ધકુશળ કામદારો (ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, મેસન, મજૂર) નિર્માણ ક્ષેત્રમાં જોડાયેલા છે. આ સિવાય હોટેલ્સ, મોલ્સ, રિટેલ સ્ટોર્સ અને ડ્રાઇવિંગ (ટેક્સી/ટ્રક) ક્ષેત્રમાં ભારતીયોનું મોટું યોગદાન છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ, ફાઇનાન્સ, આઈટી અને મેડિકલ ક્ષેત્રે પણ ભારતીય પ્રોફેશનલ્સની સંખ્યા ઝડપથી વધી છે.
મલેશિયા - આશરે 39 લાખ ભારતીયો
મલેશિયામાં ભારતીય મૂળની વસ્તી લગભગ 29 લાખ છે. મલયેશિયામાં આ સમુદાય ઘણી પેઢીઓથી ત્યાં સ્થાયી થયેલો છે અને દેશના સામાજિક તાણાવાણાનો મજબૂત હિસ્સો છે. તેઓ સ્થાનિક વેપાર, પ્લાન્ટેશન (બગીચા), સર્વિસ સેક્ટર તેમજ આધુનિક આઈટી અને ટેકનોલોજી સેક્ટરમાં સક્રિય છે.
કેનેડા - આશરે 28 થી 36 લાખ ભારતીયો
કેનેડામાં ભારતીય સમુદાયની અંદાજિત સંખ્યા 28 લાખથી 36 લાખની આસપાસ છે. ભારતીય નાગરિકો કેનેડાના વિશાળ ટ્રાન્સપોર્ટ નેટવર્કમાં મોટી સંખ્યામાં ભારતીયો ટ્રક ડ્રાઈવિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે કાર્યરત છે. આ ઉપરાંત ડોક્ટર્સ, નર્સ, સોફ્ટવેર ડેવલપર્સ અને એન્જિનિયર્સ તરીકે મોટું યોગદાન છે. ભારતીય મૂળના લોકો પોતાના રેસ્ટોરન્ટ્સ, ગ્રોસરી સ્ટોર્સ અને રિયલ એસ્ટેટ બિઝનેસ ચલાવે છે.