Sun Aug 30 2026

Logo

મહિલાની પુત્રી પાસે જાતીય તરફેણની માગણી કરી: સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

2026-04-01 18:06:03
Author: Yogesh D. Patel
મહિલાની પુત્રી પાસે જાતીય તરફેણની માગણી કરી: સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

અકોલા: અકોલા જિલ્લામાં અટકાયતમાં લેવાયેલી મહિલાની પુત્રીને જાતીય તરફેણ માટે પોતાની પાસે મોકલવાનું કહેનારા 54 વર્ષના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.80 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મહિલાને તાબામાં લેવામાં આવી હતી અને તેને સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બેસાડી રખાઇ હતી.

આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રાજેશ જાધવ મંગળવારે ડ્યૂટી પર હાજર હતો ત્યારે તેણે પોતાના પદનો દુરુપયોગ કરીને મહિલાને રૂપિયાની લાલચ આપી હતી અને તેની પુત્રીને જાતીય તરફેણ માટે પોતાની પાસે મોકલવાનું કહ્યું હતું.દરમિયાન મહિલાએ આ પ્રકરણે વરિષ્ઠ પોલીસ અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રાજેશ જાધવને ઠપકો આપતા નજરે પડે છે.ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અર્ચિત ચાંડકે રાજેશ જાધવને મંગળવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો હતો. જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)