Thu Jul 23 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પરથી ગાયબ થયેલા સોના કેસમાં થયો મોટો ખુલાસો, વાંચીનો ચોંકી જશો

2026-05-23 12:32:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એરલાઈન કાર્ગો શિપમેન્ટ દ્વારા અમદાવાદથી બેંગલુરુ લઈ જવામાં આવી રહેલા ₹2.58 કરોડના સોનાના દાગીનાવાળા પાર્સલના ગુમ થવાના સંદર્ભમાં એરપોર્ટ પોલીસે એરલાઈન સિક્યુરિટી મેનેજર સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. 

જે મુજબ આ ચોરીનું પ્લાનિંગ અકાસા એરલાઈન્સના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. અકાસા એરલાઈન્સના ક્લીનિંગ ઈન્ચાર્જ રોશન પટેલે સમગ્ર કાવતરું ચર્યું હતું. કંપનીના સિક્યોરિટી ઈન્ચાર્જ જૈદ હસન અંસારીએ આ કામમાં રોશનનો સાથ આપ્યો હતો. જૈદે સીસીટીવી અને બૉડી કેમેરાની નજરથી બચીને સોનું કાર્ગોથી બહાર કાઢવામાં મદદ કરી હતી.

કાવતરા અંતર્ગત ભારે વજનનું નકલી પાર્સલ તૈયાર કરવામાં આવ્યું હતું. જે બાદ અસલી સોનાનું પાર્સલ ચોરીને તેની જગ્યાએ નકલી પાર્સલ રાખવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 8 આરોપીઓ સહિત ચોરી કરવામાં આવેલો માલ અને આશરે 1.72 કરોડ કેશ જપ્ત કરી હતી.

શું હતો મામલો

સોનાનો જથ્થો ટાઇટન કંપનીનો હતો અને તેને અકાસા એર કાર્ગો  દ્વારા બેંગલુરુ પહોંચાડવાનો હતો. 18 એપ્રિલની વહેલી સવારે, એરપોર્ટ પર કાર્ગો એક્સ-રે ગેટ નંબર 4 પર કુલ સાત દાગીનાના પાર્સલ સોંપવામાં આવ્યા હતા. શિપમેન્ટ બેંગલુરુ પહોંચ્યા પછી, અધિકારીઓને ખબર પડી કે લગભગ 2.107 કિલો વજનના સોનાના દાગીના ધરાવતા પાર્સલમાંથી એક ગુમ હતું. ગુમ થયેલા માલની કિંમત ₹2.58 કરોડ હોવાનો અંદાજ તે સમયે વ્યક્ત કરવામાં આવ્યો હતો.  શિપમેન્ટ બેંગલુરુ પહોંચ્યા પછી, અધિકારીઓને ખબર પડી કે લગભગ 2.107 કિલો વજનના સોનાના દાગીનાવાળા પાર્સલમાંથી એક ગુમ થયું હતું. ગુમ થયેલા કન્સાઇનમેન્ટની કિંમત ₹2.58 કરોડ આંકવામાં આવી હતી.