વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાગીને લવ મેરેજ કરનારા યુવકે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. તેમજ પત્નિને સંબોધીને એક ચિઠ્ઠી પણ લખી હતી.
શું છે સમગ્ર મામલો
મળતી વિગત પ્રમાણે, વડોદરાના સાવલી (મંજુસર) પાસે આવેલી લામડાપુરા કેનાલ નજીક, 16 જુલાઈની મોડી રાત્રે એક યુવકે રિવોલ્વરથી પોતાની છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળી માર્યા બાદ તેણે હથિયાર કેનાલમાં ફેંકી દીધું હતું. રોડ પર લોહીલુહાણ હાલતમાં મળી આવેલા આ યુવકને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, રણજીત પારિવારિક ઝઘડાથી કંટાળી ગયો હતો. ઉત્તર પ્રદેશનો વતની રણજીત બે-ત્રણ દિવસ પહેલાં જ નવી કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. તેણે યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા.
ચિઠ્ઠીમાં પત્નિને શું લખ્યું ?
યુવકે પત્નિને સંબોધીને લખેલી ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે, મેરી આંખ ખુલને વાલી થી, ફિર પ્યાર મેં રૂઠ ગઈ જૈસે વો પહલે રૂઠા કરતી થી. ઐસી હી મુજસે રૂઠ ગઈ, પહલે કી તરહ મૈ મનાને લગા, મુજે લગા યે પલ તો અપના હૈ, મેરી આંખ ખુલી તો પતા લગા યે ભી એક અધૂરા સપના હૈ. અચ્છા મેરી હસીના હી ઠીક હૈ, યે દુનિયા હસીનો કી મારી હૈ, યે હસીના દિલ સે ઉતરતી નહીં સબ કે દિલો પર ભારી હૈ, મેં મૌત સે પહલે સાફ કહું મેરી વાલીને ગદ્દારી કી હૈ. અધૂરા હી સહી પર હમે તુમસે પ્યાર તો થા લિખને વાલે ને તો લીખા હી નહીં, કિસ્મત ને હમે તુમસે મિલાયા થા. આઈ લવ યુ.
ઉપરાંત ચિઠ્ઠીમાં પરિવારને સંદેશ આપતા લખ્યું કે, બસ ચલતે... ચલતે આપ લોગો કો એક સંદેશ દેના ચાહતા હું.. આપ તીનો ને મુજે જો પ્યાર દિયા ઉસકા કર્ઝ મૈં કભી નહીં ઉતાર સકતા. ભાઈ તું હંમેશા મમ્મી-પાપા કા ખ્યાલ રખના.
હૉસ્પિટલના રિપોર્ટ મુજબ તેની પાસેથી કાગળ અને પેન પણ મળી આવ્યા હતા. યુવકની માતાએ જણાવ્યા મુજબ, લગ્ન બાદ યુવતીના પિયર પક્ષના મકાનમાલિકને ધમકી આપતા હતા અને ત્યાં આવવાની ના પાડતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.