Thu Sep 03 2026

Logo

મહિલા અનામત બિલ: દક્ષિણ ભારતના રાજ્યોને કોઈ નુકસાન નહીં થાય, તેજસ્વી સૂર્યાનો વિપક્ષને જવાબ

2026-04-16 17:17:10
Author: Mumbai Samachar Team
મહિલા અનામત બિલ: દક્ષિણ ભારતના રાજ્યોને કોઈ નુકસાન નહીં થાય, તેજસ્વી સૂર્યાનો વિપક્ષને જવાબ

નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ સંસદમાં રજૂ થઈ ચૂક્યું છે. આ બિલને લઈ અનેક એવી આશંકાઓ ચર્ચાય રહી છે. સરકારે લોકસભામાં બિલ રજૂ કરીને કેટલીક આશંકાઓ અને ભ્રમને દૂર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યને આનાથી નુકસાન નહીં થાય. 

કોઈ પણ વસ્તી ગણતરી સાથે લિંક કરી દો પણ સીમાંકનની સ્થિતિમાં દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થતું પણ સંશોધિત બિલથી આવું કંઈ થવાનું નથી, દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યોને કોઈ નુકસાન નહીં થાય. દરેક રાજ્યમાં ડાયરેક્ટ 50 ટકા બેઠક વધારવાનો નિર્ણય ઐતિહાસિક છે. 

વિપક્ષ સમજવા જ તૈયાર નહીં

હાલની સ્થિતિમાં તો સરકારે કેરળની બેઠક વધારીને 30 કરી દીધી છે. તમિલનાડુની વાત કરવામાં આવે તો વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે સીમા નિર્ધારણ થયું હોત તો 39ના બદલે 49 બેઠક હોત, પણ સરકારે તો 50 બેઠકનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. આ લોકોની કોઈ તૈયારીઓ જ ન હતી. 

હવે આ કેટલાક લોકો સમજવા જ નથી માગતા કારણ કે,એમનો હેતુ યોગ્ય દલીલ કરવાનો નહીં પણ વિરોધ કરવાનો જ રહ્યો છે. કેરળની બેઠક માત્ર 23 હોત અને હવે 30 બેઠક મળી રહી છે તો પણ. બીજી તરફ આંધ્ર પ્રદેશને 37 બેઠક મળવાની છે. આ સીમા નિર્ધારણ બાદ પણ દક્ષિણ ભારતના રાજ્યો રેશિયો 23.9 ટકા જ બચશે. 

આ કોઈ એવો અસાધારણ ફેરફેર નથી

આ પ્રકારનો કોઈ અસાધારણ બદલાવ નહીં થાય. તેમ છતાં વિપક્ષ આટલો મોટો ડ્રામ કેમ કરી રહ્યો છે? તમિલનાડુમાં બિલની કોપી ફાડી નાંખવામાં આવી, ડ્રામા કરવાની પણ એક મર્યાદા હોય છે. હવે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, જો રાજ્યમાં 50 ટકા બેઠક વધે છે તો દક્ષિણ ભારતને મોટું નુકસાન થશે. 

તેજસ્વી સૂર્યાએ એ. રાજાને ઉલ્લેખીને કહ્યું હતું કે, હું એટલો જ સાઉથ ઈન્ડિયન છું જેટલા તમે છો. તફાવત માત્ર એટલો છે કે, હું કોઈ અલગાવવાદી ભાષાનો પ્રયોગ નથી કરતો, દેશના દરેક ભાગને હું દેશનો એક ભાગ અને એકસમાન જ માની રહ્યો છું.