Fri Sep 11 2026

Logo

સ્ટેડિયમમાં મહિલાએ રીલ બનાવવા 70,000 રૂપિયાની વીંટી નીચે ફેંકી અને પછી...

2026-04-14 22:42:20
Author: Ajay Motiwala
સ્ટેડિયમમાં મહિલાએ રીલ બનાવવા 70,000 રૂપિયાની વીંટી નીચે ફેંકી અને પછી...

ન્યૂ ચંડીગઢઃ `હસવામાંથી ખસવું થઈ ગયું' આ કહેવતને અનુરૂપ બનાવ તાજેતરમાં ન્યૂ ચંડીગઢના સ્ટેડિયમમાં બન્યો હતો જેમાં એક યુવતીએ રીલ બનાવવા માટે 70,000 રૂપિયાની કિંમતની રિંગ નીચે ફેંકી હતી, પણ પછી તેને એ વીંટી પાછી મળી જ નહોતી. આ ઘટના 11મી એપ્રિલે પંજાબ-હૈદરાબાદ મૅચને પગલે બન્યો હતો.

મધુપ્રિયા નામની આ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના અકાઉન્ટમાં શૅર કરેલા વીડિયો મુજબ તેણે જાણી જોઈને વીંટી નીચે ફેંકી હતી. જોકે પછી તેણે એ રિંગ પાછી મેળવવા ખૂબ પ્રયત્ન કર્યો છતાં નહોતી મળી. તેણે ખૂબ શોધી હતી, પણ ત્યારે તેને એમાં સફળતા નહોતી મળી.

મધુપ્રિયા (Madhupriya)એ આ ઘટનાની જાણ સોશ્યલ મીડિયા પરના અકાઉન્ટમાં પોતાના આ ખોટા સાહસ વિશે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે વીંટી (Ring) મળે તો પરત કરવા પોતાની ટિકિટની વિગતો વેરિફિકેશન માટે મીડિયામાં મૂકી હતી.

સોશ્યલ મીડિયામાં ઘણાએ તેની ટીકા કરી છે. કેટલાકે લખ્યું છે કે માત્ર ક્નટેન્ટ ક્રીએટ કરવા મોંઘી જ્વેલરી આ રીતે નીચે ફેંકવી એ ઠીક ન કહેવાય. આ વીડિયોને થોડા જ સમયમાં 3,15,000 વ્યૂઝ મળી ગયા હતા.