ડૉ. હર્ષા છાડવા
આપણા શરીર માટે વિટામિન એ એક સુરક્ષા કવચ છે. જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે. તેમ જ બીમારીથી લડવાની તાકાત આપે છે એટલે કે ઇમ્યુનીટી પ્રદાન કરે છે. એટલે વિટાનો અર્થ છે જીવન. જે શરીર સુચારુ રૂપ ચલાવાનું કામ કરે છે. આપણાં હાડકાંની મજબૂતી, માનસિક સ્વાસ્થ્યને મજબૂતી અને સુદૃઢ બનાવવા કુલ તેર વિટામિનની જરૂર પડે છે. બધાં જ વિટામિન મહત્ત્વના છે. બધા જ વિટામિનની અલગ અલગ ભૂમિકા છે.
વિટામિન માટે અપ્રાકૃતિક સપ્લિમેન્ટ લાંબા સમય સુધી સાથ નથી આપતા, તે જયારે લેવાય તેટલો સમય સુધીનો જ સાથ આપે છે. લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક રૂપે લેવા જરૂરી છે. સપ્લિમેન્ટની સાઇડ ઇફેક્ટ પણ ભોગવવી પડે છે. આજના આધુનિક સમયમાં લોકો સપ્લિમેન્ટ પર વધુ વિશ્ર્વાસ છે. તેના માઠા પરિમાણ જયારે સામે આવે ત્યારે થોડું મોડું થઇ જાય છે. ઘણાંય વિટામિન પ્રત્યે લોકો દુર્લક્ષ સેવે છે. જાણકારીના અભાવે આની ઊણપ જણાય છે. વિટામિનના અવશોષણ માટે તેની સાથેના જરૂરી ખાદ્ય-પદાર્થનો સમાવેશ પણ કરવો જોઇએ જેથી વિટામિનનું કામ શરીરમાં સુચારું રૂપ થાય.
વિટામિન k2mk7 આ વિટામિન તરફ લોકો દુર્લક્ષ સેવે છે. જેથી કિડની સ્ટોન આર્ટરીમાં બ્લોકેજ પેન્ક્રિયાઝમાં પથરી અન્ય બ્લોકેજની સમસ્યાથી પીડાય છે. પ્રકૃતિમાં વિટામિન kના મુખ્ય બે રૂપોમાં જોવા મળે છે. ફાઇલોકિવનોન એટલે k1 અને મેનાકિવનોન એટલે વિટામીન k2. આ વિટામિન એક વસા ધુલનશીલ વિટામિન છે. જે પોતાના લિપોફિલિક સ્વભાવને કારણે રક્ત અવરોધને પાર કરવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે સ્ટોન કે બ્લોકેજ બનતા નથી. સ્વાસ્થ્યને લાંબો સમય સુધી ટકાવી રાખે છે. આ mk7 આયુ લાંબી રાખે છે. તે રક્તપ્રવાહમાં લગભગ બોત્તેર કલાક સક્રિય રહે છે. જેથી સ્વાસ્થ્ય લાંબા સમય સુધી ટકી રહે છે.
k2 mk7ની મુખ્ય ભૂમિકા એ છે કે તે કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડે છે. શરીરની અક્કડને ઓછી કરે અને જોઇન્ટની ગતિશીલતાને વધારવામાં મદદ કરે, આર્ટરીમાં બ્લોકેજ થવા દેતો નથી. કિડનીમાં કેલ્શિયમ થવા દેતો નથી, તેથી સ્ટોનની સમસ્યા પણ થતી નથી. કેલ્શિયમ પોતાની જગ્યા પર લઇ જાય છે. એટલે જેમ નાના બાળકને ખબર નથી મારે કંઇ જગ્યાએ જાવું કેલ્શિયમ તેની જગ્યા પર પહોંચાડવા mk7ની જરૂર પડે છે. તેમ જ ન જોઇતા કેલ્શિયમને યુરીન દ્વારા બહાર ફેંકવાનું કામ પણ કરે છે. એટલે કે કેલ્શિયમને કામ કરવા માટેની દિશા બતાવે છે.
દાંત, હાડકા, વાળ, નખને કેટલું કેલ્શિયમ પહોંચાડવું તે કામ પણ કરે છે. mk7ના હોય તો કેલ્શિયમ ગમે ત્યાં જઇ બેસી જાય અને બ્લોકેજ કે સ્ટોન બનાવે છે. એક સાથે કેલ્શિયમ બહાર ફેંકતો નથી ધીરે ધીરે કરે છે. જાણી લો કે કેલ્શિયમનું અવશોષણ વ્યવસ્થિત થાય તેની માટેk2એ ખૂબ જરૂરી છે. હૃદયમાં બ્લોકેજ ન થાય તેની માટે પણ ખૂબ આવશ્યક છે.
એક વાત એ પણ જાણવા જેવી છે કે કેલ્શિયમનું અવશોષણ થવા માટે મેગ્નેશ્યમની જરૂર પડે, કેલ્શિયમ ઓગળવા માટે k2 mk7 એને એની સાચી જગ્યા પર લઇ જાય. મેગ્નેશ્યમની જરૂરિયાત પડે છે. ફકત શરીર કેલ્શિયમથી કામ નથી કરતો તેના અવશોષણ માટે મેગ્નેશ્યમ જરૂર પડે. સ્ટોન કે બ્લોકેજ કાઢવા માટે મેગ્નેશ્યમ અને k2 mk7ના સ્ત્રોતની જરૂર પડે છે.
ઘણાંયનું એવું કહેવું છે કે યુરિક એસિડથી સ્ટોન બને છે. યુરિક એસિડથી ચાર કે પાંચ એમ.એમ.ની (4 to 5 mm)ના સ્ટોન બને છે. અને કેલ્શિયમથી પાંચની ઉપરનો સ્ટોન બને છે. પાંચથી ઉપરનો સ્ટોન ખૂબ પીડાદાયક હોય છે. વિટામીન k2 ની માત્રા પુરુષો માટે 120 Mcg અને સ્ત્રીઓ માટે 90 Mcg પ્રતિદિન હોવી જોઇએ. જેથી હૃદય અને હાડકાંનું સ્વાસ્થ્ય જળવાઇ રહે. મેગ્નેશ્યમવાળો ખોરાક જેમ કે બધા જ પ્રકારના ડ્રાયફૂટ, સીડ (બીજ) બાજરી, મેથી, રાગી, બ્રાઉન રાઇસ અને ઘણાંય અનાજમાંથી મળે છે.
વિટામીન k2ના સ્ત્રોત, કેલ ભાજી, પાલક, સલગમ બ્રુસેલ, સ્પ્રાઉટ, સરસોભાજી, કોબી, ફલાવર, પનીર છે. મુખ્ય સ્ત્રોત તરીકે આથાવાળી વાનગીઓથી પ્રાકૃતિક રીતે બનાવેલા અથાણાં, પાણીમાં મીઠું નાખીને તેમાં અમુક ફળો કે શાકભાજી નાખીને બનાવેલા અથાણાં, રાઇને વાટીને બનાવેલા અથાણા જેમાં આથો આવે છે. તેમાંથી k2 mk7 ભરપૂર મળી રહે છે. જાપાનમાં લોકો લાંબું સ્વસ્થ જીવન જીવે છે તેનું મોટું કારણ આથાવાળી વાનગીઓનો વપરાશ. આ બાબત તેઓ ખૂબ વધારે જ્ઞાન ધરાવે છે. તેઓ મોટી ઉંમર સુધી કામકાજ સ્વસ્થ રીતે કરે છે. માનસિક સ્વાસ્થ્ય પણ તેમનું મોટી ઉંમર સુધી સારું રહે છે. અમુક કલાકો સુધીના આથાવાળી વાનગી ગટ હેલ્થ મજબૂત રાખે છે.
k2 સાથે વિટામીન Dનો સાથ હોવો જરૂરી છે. સૂર્ય પ્રકાશના કારણે આનું અભિશોષણ સારા પ્રમાણમાં થાય છે દરેક પ્રકારના સ્ટોન અને બ્લોકેજની સમસ્યા રહેતી નથી.