Tue Oct 13 2026

Logo

ગુજરાતના કયા શહેરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો થયો વિજય, ભાજપને આપી હાર

2026-10-13 10:45:00
Author: Mayur Patel
ગુજરાતના કયા શહેરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો થયો વિજય, ભાજપને આપી હાર

દ્વારકા: ગુજરાતમાં ગાંધીનગર મનપા સહિત વિવિધ ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત હસ્તકની ભાડથર બેઠકની પેટાચૂંટણીના પરિણામોમાં મોટો રાજકીય અપસેટ સર્જાયો હતો. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ જબરદસ્ત વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. 

મતગણતરીના કુલ 7 રાઉન્ડ પૂર્ણ થયા બાદ જાહેર થયેલા સત્તાવાર પરિણામ મુજબ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂ કંડોરીયાએ પોતાના હરીફ ઉમેદવારને મોટા અંતરથી પરાજય આપીને વિજય પતાકા લહેરાવી હતી. આપના વીરૂ કંડોરીયાએ કુલ 1351 મતોની જંગી લીડ સાથે આ બેઠક પર ભવ્ય જીત હાંસલ કરી હતી. આપની જીતથી ભાજપમાં સોંપો પડી ગયો હતો.

 ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટીની આ જીતને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરિણામ જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ હતી.