Tue Oct 13 2026

Logo

ગાંધીનગર કોર્પોરેશનમાં બે વોર્ડમાં જીતીને ભાજપની શાનદાર શરૂઆત, બે નગરપાલિકામાં કોણ આગળ ?

2026-10-13 10:39:00
Author: Mayur Patel
ગાંધીનગર કોર્પોરેશનમાં બે વોર્ડમાં જીતીને ભાજપની શાનદાર શરૂઆત, બે નગરપાલિકામાં કોણ આગળ ?

ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનના આજે ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. બે વોર્ડમાં જીતીને ભાજપે શાનદાર શરૂઆત કરી હતી. બે નગરપાલિકામાં ભાજપ આગળ છે.

ગાંધીનગર કોર્પોરેશનના વોર્ડ નં.5માં ભાજપની પેનલની જીત થઈ હતી. હેમાબેન 4334, ધ્વનિ શાહ 3893, કનૈયાલાલ 3091 અને કિંજલ પટેલની 5336 મતોથી જીત થઈ હતી. વોર્ડ 3માં ભાજપની જીત થઈ હતી. ભાજપના મિતલેબન ખીમસૂર્યા, સોનાલીબેન પટેલ, અંકિત બારોટ અને ઉમેશ ઝાની જીત થઈ હતી.

ઓખા અને થરા નગરપાલિકામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ઓખા નગરપાલિકામાં 63.27 ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ, થરા નગરપાલિકામાં 81.18 ટકા મતદાન થયું હતું.

છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર રજનીબેન જયદીપભાઈ રાઠવાનો વિજય થયો હતો.. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી  વચ્ચે  ત્રિપાંખિયો ચૂંટણી જંગ હતો. છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની બેઠક અગાઉના સભ્યનું સભ્યપદ રદ થતાં ખાલી પડી હતી. નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીનો જાતિનો દાખલો રદ કરવામાં આવ્યા બાદ તેમનું સભ્યપદ પણ રદ થયું હતું. 

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનનું 11 ઓક્ટોબરના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરેરાશ 59 ટકા મતદાન થયું હતું. 2021માં ભાજપે 44 બેઠકમાંથી  41 બેઠક પર ભગવો લહેરાવ્યો હતો. કૉંગ્રેસે 2 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતી હતી.