Tue Oct 13 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

2026-10-13 10:24:00
Author: Mita Bawisi
હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

મિતા બાવીસી

એસિડિટી...

* સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
* અનનાસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી ઍસિડિટી મટે છે.
* આમળાનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
* એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.
* કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
* ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.

* સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
* અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે.
* ધાણાજીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે.જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
* ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
* 100થી 200 ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા 4-5 નંગ કાળાં મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.

* 1થી 2 ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરુંના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
* તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
* આમળાંનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
* લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
* ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
*  કુમળા મૂળા સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
* શતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
* સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.