Wed Sep 09 2026

Logo

પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5.4ની તીવ્રતાની આવ્યો ભૂકંપ, સોશિયલ મીડિયામાં વાયરલ થયા વીડિયો

Kolkata   2026-02-27 14:56:00
Author: Vimal Prajapati
પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5.4ની તીવ્રતાની આવ્યો ભૂકંપ, સોશિયલ મીડિયામાં વાયરલ થયા વીડિયો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત અનેક શહેરોમાં આજે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4ની નોંધાઈ છે. ભૂકંપના આચંકા અનુભવાયા હોવાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. મળતી વિગતો પ્રમાણે કોલકાતામાં આજે બપોર આશરે 01:20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા પછી લોકો સ્કૂલ-ઘરની બહાર દોડી આવ્યા હતા. 

ભૂકંપનું કેન્દ્ર બિંદુ છેક બાંગ્લાદેશમાં નોંધાયું 

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવતા પ્રશાસનમાં હરકતમાં આવી ગયું હતં. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છેક બાંગ્લાદેશમાં નોંધાયું હોવાનું જાણવા મળ્યં છે. ભૂકંપનું કેન્દ્ર 35 કિમી નીચે નોંધાયું છે. આ સાથે રિક્ટર સ્કેલ પર ભૂકંપ આંચકાની 5.5 તીવ્રતાની માપવામાં આવી હોવાનું સેન્ટરે જણાવ્યું છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો ઈએમએસસી

 

અચાકન ભૂકંપના આચંકા અનુભવાયા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં ભૂકંપના અનેક વીડિયો શેર થઈ રહ્યાં છે. સ્થાનિકોના જાણાવ્યા પ્રમાણે ભૂકંપના કારણે પંખા, ટેબલ અને સોફા હલવા લાગ્યાં હતા. જો કે, અત્યારે સુધીમાં ભૂંકપના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી. આ ભૂકંપના કારણે કેટલું નુકસાન થયું તેની પણ તંત્ર દ્વારા હજી કોઈ વિગતો આપવામાં આવી નથી.