Sun May 10 2026

Logo

દેશના 13 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, દિલ્હીમાં હીટવેવનો પ્રકોપ

2026-05-10 10:11:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: ભારતમાં અત્યારે હવામાન બદલાઈ રહ્યું છે. દેશના કોઈ ભાગમાં ભીષણ ગરમી પડી રહી છે, તો ક્યાંક વાવાઝોડા સાથે વરસારની ચેતવણી પણ આપવામાં આવેલી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે 10 મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડ સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 80 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

દિલ્હીમાં આકરી ગરમી, પંજાબ-બિહારમાં વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં આજે કાળઝાળ ગરમી અને લૂ (Heatwave) નો સામનો કરવો પડશે, જ્યાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, બિહાર અને પંજાબમાં આજથી 15 મે દરમિયાન તોફાની વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બિહારમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.  બિહારમાં ખાસ કીરને પશ્ચિમી ચંપારણ, પૂર્વ ચંપારણ, પટના, ગયા, વૈશાલી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, શિવહર, સીતામઢી, પૂર્ણિયા, સહરસા, કટિહાર, કિશનગંજ અને ખગડિયામાં તુફાન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ઉત્તર પ્રદેશ અને પહાડી રાજ્યોની સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં હાલમાં ભારે બફારો અનુભવાઈ રહ્યો છે. અહીના વિસ્તારોમાં તારીખ 12 થી 14 મે વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 11 થી 14 મે દરમિયાન વરસાદ, બરફવર્ષા અને કરા પડવાની શક્યતા છે.