ઉનાળાની સિઝનમાં જ્યાં ચામડી સહેજ કાળી પડી જાય છે, ત્યાં ડિહાઈડ્રેશનથી પણ તકલીફો થાય છે.
- આવામાં તમારા માટે વૉટરથેરેપી શ્રેષ્ઠ છે. એના મારફત તમે ચામડીને ફ્રેશ રાખી શકો છો.
- ખાસ વાત એ છે કે એની દરેક ટ્રીટમેન્ટ નેચરલ છે:
હાઈડ્રોસ્ટેટિક ઈફેક્ટ
* પાણીમાં કસરત કરવી ખૂબ જ હળવાશભર્યું હોય છે.
- આ રીતે ન તો શરીરનું ટેમ્પરેચર વધે છે કે ન તો પરસેવો થાય છે.
- આ સિવાય પાણીના હાઈડ્રોસ્ટેટિક ઈફેક્ટના કારણે મસાજ જેવું અનુભવાય છે.
* લોહી સર્ક્યુલેશન વધે છે અને
* મસલ્સમાં લચીલાપણું આવે છે.
સુપરહાઈડ્રેટોર
- આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કોરી ચામડીને મોઈશ્ર્ચરાઈઝ કરવા માટે કરવામાં આવે છે.
* એમાં મશીન મારફત પાણીની અંદર પ્રેસરથી પાણી નાખવામાં આવે છે.
* જતી રહેલા ટેકશ્ર્ચરને પાછા મેળવવા માટે પણ આ ટ્રીટમેન્ટની ત્રણથી ચાર સીટિંગ પૂરતી રહે છે.
હાઈડ્રોથેરેપી ભગાવે સ્ટ્રેસ.
- વ્હાલી લાડકી પૂર્તિની જિજ્ઞાસુ વાચક-બહેન-દીકરીઓ!
- તમારામાંથી ઘણાને કદાચ જાણ નહીં હશે કે ચામડીના સ્ટ્રેસને દૂર ભગાવવા માટે હાઈડ્રોથેરેપી અસરકારક હોય છે.
- એનાથી ચામડી અને મસલ્સ તો રિલેક્સ થાય છે જ, ઉપરાંત
* ફેફસાં
* હૃદય અને
* પેટ વગેરે પણ તંદુરસ્ત રહે છે.
- અસલમાં સ્ટ્રેસ દરમિયાન શરીરની પલ્સ હાર્ડ થઈ જાય છે.
- એવામાં પાણી શરીર પર કૂલિંગ એજન્ટનું કામ કરે છે.
મોડર્ન ડિટોક્સિફિકેશન
- સવારે ઊઠીને સહેજ ગરમ પાણીથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ સારી રહે છે.
* જેનાથી ચામડી તંદુરસ્ત રહે છે.
- પેટ પૂરી રીતે સાફ ન થવાથી શરીરમાં ટોક્સિન લેવલ વધી જશે, જેનાથી પિંપલ્સ થઈ શકે છે.
- એ સિવાય સહેજ ગરમ પાણી પીવાથી ઑઈલી ચામડીમાંથી વધારાનું ઑઈલ પણ સાફ થઈ જાય છે.
બનો શૉવર બેબી
- શૉવરથી બૉડી મસલ્સ અને બૉડીના જોઈન્ટ રિલેક્સ થઈ જાય છે.
- એટલું જ નહીં,
* ચામડી પર પડવાવાળા પાણીના ગ્લોથી લોહીનું સર્ક્યુલેશન પણ વધે છે.
થાક ભગાવે યુકેલિપ્ટસ
- ટેન્શન અને થાકને દૂર કરવા હોય તો
* યુકેલિપ્ટસ ઑઈલ લગાવો.
* એનાથી તણાવ મિનિટોમાં દૂર થઈ જાય છે અને
* મસલ્સને પણ રિલેક્સ કરે છે.
એક્કા રેડિયન્સ
- એમાં જેટ સ્પ્રે ટેક્નોલોજી મારફત સુપર હાઈ સ્પીડથી જરૂર પ્રમાણે ચામડીમાં
* વિટામિન્સ,
* મિનરલ અને
* પાણી નાખવામાં આવે છે.
- હારમોનલ, * ઈન્બેલેન્સ અને * ટેન્શનથી છુટકારો અપાવવામાં આ પ્રોસેસ ફાયદાકારક છે.
પગ માટે ફૂટપાથ
- પગને નેચરલ રીતે ખૂબસૂરત બનાવી રાખવા માટે ફૂટપાથ (જેમાં ખાસ પાણીની વચ્ચે ઈલેક્ટ્રા મશીન મૂકીને હળવો કરંટ આપવામાં આવે છે) પણ સારું રહે છે.
- એની મારફત વધારાના આયર્ન બહાર નીકળી જાય છે અને એ શરીરના વૉટર બેલેન્સિંગ સિસ્ટમથી બેલેન્સ થઈ જાય છે.
સ્ટીમ ઍન્ડ સ્લિપિંગ બાથ
- જો તમે ટેન્સ મસલ્સ અને સ્ટ્રેસના કારણે બેચેની અનુભવતા હો તો એવા સમયમાં
* હોટ શૉવર સ્ટીમ જેવું બીજું એકેય ન હોઈ શકે.
- એનાથી સ્ટ્રેસની સાથે સાથે શરીરનું જકડાવું
* દુખાવા વગેરેથી રાહત અનુભવાય છે.
વાળનું ડીપ કન્ડિશનિંગ
- વાળના ડીપ કન્ડિશનિંગ અને શરીરને રિલેક્સ કરવા માટે વૉટર સ્પા થેરેપી પણ આપવામાં આવે છે, જેમાં
* વૉટર સ્ટિમનો ઉપયોગ કરવામાં આવે છે.
બ્યૂટી પાર્લર
* તેલ ગરમ કરીને માથામાં મસાજ કરો. પછી ટુવાલ લપેટીને બે કલાક માટે રહેવા દો. એનાથી માથું તેલ સારી રીતે શોષી લેશે અને વાળ મજબૂત બનશે.
* દોઢ ચમચી જવનો લોટ,
- એક ચપટી હળદર અને
- બે ચમચી દહીં મિલાવીને ચહેરા પર લગાવો.
- સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ નાખો.
- એનાથી ચામડીની રંગત ખીલી ઊઠશે.
* * *
સંસ્કૃતિની સુગંધ
* ફૂલ બન કર મુસકરાનાં જિંદગી હૈ,
* મુસકરા કર ગમ ભુલાના જિંદગી હૈ,
* મિલકર લોગ ખુશ હોતે હૈ તો ક્યા હુઆ,
* બિના મિલે દોસ્તી નિભાના ભી જિંદગી હૈ