Tue Jul 28 2026

Logo

‘વિરાટ કોહલી કોળી સમાજનો છે?’ કેજરીવાલના નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું...

2026-02-23 21:47:59
Author: Savan Zalariya
Article Image

ભાવનગર: ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એ પહેલા રાજ્યમાં જાતીને આધારે રાજકારણ રમવાનું શરુ થઇ ગયું છે. એવામાં આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતના દિગ્ગજ ક્રિકેટ વિરાટ કોહલીનો ઉલ્લેખ કરીને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

ભાવનગરમાં AAP નેતા રાજુ સોલંકી દ્વારા કોળી સમાજના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત હાજર રહ્યા રહ્યા હતાં. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે વિરાટ કોહલી કોળી સમુદાયના છે. કેજરીવાલના ભાષણ અંગે ગુજરાત વિધાનસભામાં હોબાળો મચ્યો હતો. 

હર્ષ સંઘવીએ ચૈતર વસાવાને ઘેર્યા:
ગુજરતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભામાં AAP નેતા અને વિધાનસભ્ય ચૈતર વસાવાને ઘેર્યા હતાં. હર્ષ સંઘવીએ ચૈતર વસાવાને કહ્યું કે તમારા નેતા કહી રહ્યા છે કે વિરાટ કોહલી કોળી સમુદાયનો છે, તમારે તામારા નેતાને સમજાવવું જોઈએ.

ભાવનગરમાં વીર માંધાતા કોળી સમાજના સમૂહ લગ્નમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પોતાને રમત પ્રેમી ગણાવ્યા અને કહ્યું, “પહેલા મને એ ખબર હતી કે ઇંગ્લેન્ડ માટે રમનારા ક્રિકેટર વિક્રમ સોલંકી ગુજરાતનાં છે, પરંતુ પછી મને ખબર પડી કે તે કોળી સમુદાયનાં છે.”

ત્યાર બાદ કેજરીવાલે ભાષણમાં કહ્યું વિરાટ કોહલી કોળી સમુદાયનો છે.

શું છે કેજરીવાલના દાવાનું સત્ય:
'કોહલી' અને 'કોળી' અટક સાંભળવામાં થોડી એકજેવી લાગી શકે છે, પણ આ બંને સમુદાયો અલગ છે. કોહલી ખત્રી સમુદાયની અટક છે, આ સમુદાય મુખ્યત્વે પંજાબમાં વશે છે, જ્યારે કોળી સમુદાય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસે છે. 

કોણ છે વિક્રમ સોલંકી?
ભગવંત માને વિક્રમ સોલંકીનો ઉલ્લેખ કર્યો હતો, વિક્રમ સોલંકી મૂળ ભારતના છે. તેમનો જન્મ 1 એપ્રિલ, 1976 ના રોજ ઉદયપુરમાં થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી 2000 થી 2007 દરમિયાન ઈંગ્લેન્ડ માટે 51 વન-ડે અને 3 T20I મેચ રમ્યા. હાલ તેઓ IPLની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર છે.