Mon Aug 24 2026

Logo

હોળીના એક દિવસ પહેલાં શુક્ર કરશે ગોચર, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી...

2026-02-23 16:45:00
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શુક્રનો સંબંધ સુખ, સંપત્તિ, રોમાંસ અને વૈભવનો કારક માનવામાં આવે છે. શુક્રના ગોચરની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આવો આ સુખ-સંપત્તિના કારક શુક્ર માર્ચ મહિનાની શરુઆતમાં જ ગોચર કરવા જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં હોળીના એક દિવસ પહેલાં જ એટલે કે બીજી માર્ચના રોજ શુક્ર પોતાની જ ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરી રહ્યા છે. શુક્રનું પોતાની જ ઉચ્ચ ઉચ્ચ રાશિ મીનમાં થઈ રહેલું ગોચર કેટલીક રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થશે અને આ રાશિના જાતકો માટે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

વૃષભઃ

વૃષભ રાશિના અગિયારમાં ભાવમાં (લાભ ભાવ) શુક્રનું ગોચર થશે. શુક્રના ગોચરને કારણે વૃષભ રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. જો તમે વિદેશ સાથે જોડાયેલો વેપાર કરો છો, તો મોટો નફો થવાની પૂરી શક્યતા છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે અને તેમની સાથે સારો સમય વિતાવી શકશો.

કર્કઃ

શુક્ર કર્ક રાશિના જાતકોના ભાગ્ય ભાવમાં ભ્રમણ કરશે, જે હોળીના પર્વને વધુ રંગીન બનાવશે. આ સમયે નોકરી કરી રહેલાં જાતકોને પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે. પરિવારમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને ખુશીઓ આવશે. અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે આ સમય ઉત્તમ છે.

કન્યાઃ

શુક્ર તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે, જે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક રહેશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. તમે કરેલી જૂની મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થશે. જે લોકો સોશિયલ મીડિયા કે ક્રિએટિવ ફિલ્ડમાં છે, તેમને અકલ્પ્ય સફળતા મળી શકે છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

ધનઃ

શુક્ર ચોથા ભાવમાં (સુખ ભાવ) ગોચર કરશે, જેનાથી જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ છે. લાંબા સમયથી ઉધાર આપેલા પૈસા પરત મળતા આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.