Sat Aug 29 2026

Logo

આ એરપોર્ટ કે રેલવે સ્ટેશન? વડોદરા રેલવે સ્ટેશન પર લાઉન્જ જોઈને તમને પણ થશે સવાલ

2026-03-30 21:09:16
Author: Pooja Shah
આ એરપોર્ટ કે રેલવે સ્ટેશન? વડોદરા રેલવે સ્ટેશન પર લાઉન્જ જોઈને તમને પણ થશે સવાલ

વડોદરાઃ સામાન્ય રીતે એરપોર્ટ પર આપણે હાઈટેક ફેસિલિટીની અપેક્ષા રાખતા હોઈએ છીએ, પરંતુ ભારતીય રેલવેએ રેલવે સ્ટેશન્સની કાયાપલટ કરી નાખી છે અને ઘણી અધ્યતન સુવિધાઓ હવે રેલવે પર પણ મળે છે. અહીં એરપોર્ટ જેવી હાઈટેક અને સુપરકુલ ફેસિલિટી તમને મળશે. ભારતીય રેલ્વેએ ગુજરાતના વડોદરામાં રાજ્યનું પ્રથમ અને દેશનું બીજું ડિજિટલ લાઉન્જ ખોલીને મુસાફરોને મોટી ભેટ આપી છે.

મુંબઈ પછી, વડોદરા હવે એરપોર્ટ જેવી હાઇટેક અને આરામદાયક સુવિધાઓ આપતું બીજું સ્ટેશન બની ગયું છે. વડોદરા સ્ટેશન પર ટ્રેનની રાહ જોવા માટે જો તમારે લાંબો સમય રોકાવું પડે તો આ લાઉન્જ તમારા માટે એક આરામદાયક ફેસિલિટી પુરવાર થશે. 

અહીંનો ડિજિટલ લાઉન્જ સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ છે. મુસાફરોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એક સમયે 25 મુસાફરો સુધી બેસી શકે તેવી આધુનિક બેઠક વ્યવસ્થા છે.  બિઝનેસ ટ્રાવેલર્સ માટે મીટિંગ અને કોન્ફરન્સ હોલ પણ અહીંયા છે. જેથી તમે બે મુસાફરી વચ્ચે કામકાજ પણ કરી શકશો. આ બધી ફેસિલિટી સાથે અહીં ખાણીપણીની પણ વ્યવસ્થા છે. તો હવે વડોદરાથી જો તમારે ટ્રેન પકડવાની હશે તો તમારી ટ્રેનની મુસાફરી સાથે સ્ટેશનની મુસાફરી પણ સ્પેશિયલ બની જશે.