વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને રૂમ પર બોલાવી બાંધી દઈને પાશવી બળાત્કાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી આકાશ સિંહ વડોદરામાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેણે કપડા ધોવાના બહાને તેણે રાત્રે વિદ્યાર્થિનીને તેના ઘરે બોલાવી હતી. જ્યારે વિદ્યાર્થિની તેના રૂમમાં પહોંચી ત્યારે આરોપીએ તેનો અસલી ચહેરો જાહેર કર્યો હતો. રાત્રિનો સમય હોવાથી આરોપીએ અહીંયાથી નહીં જવાય અને કોઈ જોશે તો કેવું લાગશે? કહી રોકી રાખી હતી.
ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો
જે બાદ તેણે વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો હતો. વિદ્યાર્થિનીએ જવા માટે વારંવાર આજીજી કરવા છતાં આરોપીએ પોતાના બેડરૂમમાં આખીરાત ગોંધી રાખી મરજી વિરુદ્ધ હવસ સંતોષી હતી. ઉપરાંત ભવિષ્યમાં પણ વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી વાસનાનો ખેલ ખેલી શકાય તે માટે વીડિયો પણ ઉતાર્યો હતો.
પીડિતાએ પોલીસે સ્ટેશનમાં વર્ણવી આપવીતી
સવારે વિદ્યાર્થિની યુવકની ચુંગાલમાંથી ભાગી છૂટી હતી અને પોલીસ સ્ટેશને જઈ આપવીતી વર્ણવી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે આરોપી આકાશ સિંહની અટકાયત કરી હતી તેમજ પીડિતાને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી. ઉપરાંત આરોપીન ફોનમાંથી વીડિયો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.