સુરતઃ 'મેઈડ ઈન ઈન્ડિયા' અભિયાન અંતર્ગત ટોચની સ્ટીલ કંપની આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટાર નામની બે નવી હેવી સ્ટીલ પ્લેટ બ્રાન્ડ્સ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતના હઝીરા ખાતે આવેલી એએમ/એનએસ ઇન્ડિયાની અત્યાધુનિક પ્લેટ મિલ ફેસિલિટીમાં વિકસાવવામાં આવેલી આ બંને પ્લેટ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, ઉત્પાદન, બાંધકામ, ઊર્જા, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ જેવા ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરવામાં આવી છે. આ બંને પ્લેટમાં અદ્યતન રોલિંગ અને હીટ-ટ્રીટમેન્ટ ટેકનોલોજીની સાથે સચોટ મેટલર્જિકલ અને ક્વૉલિટી કન્ટ્રોલનો સમન્વય કરવામાં આવ્યો છે.
સ્ટ્રક્ટ્રોમેક્સને થર્મો-મિકેનિકલ કન્ટ્રોલ્ડ પ્રોસેસિંગ (ટીએમસીપી)નો ઉપયોગ કરીને ડીઝાઇન કરવામાં આવી છે. પુલ, બહુમાળી ઇમારતો, ઑફશોર પ્રોજેક્ટ્સ, રેલવે, પવન ઊર્જા અને અન્ય હેવી-ડ્યુટી ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરવામાં આ ઉત્પાદન શ્રેષ્ઠ મનાય છે. શ્રેષ્ઠ વેલ્ડેબિલિટી, મજબૂતાઈ, ભારવહન ક્ષમતા, કાટનો પ્રતિરોધ અને ફેબ્રિકેશન કામગીરી જેવી લાક્ષણિકતાઓ ધરાવતા આ ઉત્પાદનની મદદથી એન્જિનીયરો અને પ્રોજેક્ટ ડેવલપર્સ એવી રચનાઓનું નિર્માણ કરી શકે છે, જે સંચાલન કે આબોહવાની પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહે.

વેલ્ડસ્ટાર અલ્ટ્રા-હાઈ-સ્ટ્રેન્થ સ્ટીલ પ્લેટ્સની એક રેન્જ છે. તેની મદદથી એન્જિનીયરો સલામતી કે ટકાઉપણા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વિના વજનને ઑપ્ટિમાઇઝ કરી શકે છે, ભારવહનની ક્ષમતા વધારી શકે છે, ઇંધણના વપરાશને સુધારી શકે છે અને લાઇફસાઇકલ ખર્ચ ઘટાડી શકે છે. ક્રેન્સ, ખનનના સાધનો, પરિવહન પ્રણાલીઓ, ઑફશોર પ્રોજેક્ટ્સ અને અન્ય મહત્વપૂર્ણ કામગીરીઓ માટે ડીઝાઇન કરવામાં આવેલી આ પ્રોડક્ટના કારણે ખર્ચ પણ ઘટશે.
એએમ/એનએસ ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ રંજન ધરે જણાવ્યું હતું કે, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિના આગામી તબક્કા માટે એવા સ્ટીલ સોલ્યુશન્સની જરૂર પડશે, જે વધુને વધુ જટિલ બનતા પ્રોજેક્ટ્સમાં વધુ મજબૂતાઈ, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા પૂરી પાડે. સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટાર ભારતીય એન્જિનીયરો, ફેબ્રિકેટર્સ અને ઉત્પાદકો માટે ઉપલબ્ધ અદ્યતન હેવી પ્લેટના વિકલ્પોને વધારવાની સાથે-સાથે હાઈ-વેલ્યૂ એપ્લિકેશન્સ માટેની સ્થાનિક ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.
એએમ/એનએસ ઇન્ડિયાના હેવી પ્લેટ ઉત્પાદનોને ડિસેમ્બર 2024માં રજૂ કરવામાં આવેલી સ્ટીલ મંત્રાલયની ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ 3-સ્ટાર રેટિંગ ધરાવતા ગ્રીન સ્ટીલ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યાં છે. આ ફ્રેમવર્ક ટન દીઠ તૈયાર થયેલા સ્ટીલના કાર્બન ઉત્સર્જનના આધારે સ્ટીલનું વર્ગીકરણ કરે છે અને સ્ટીલના વિવિધ ઉત્પાદનોના ટકાઉપણાનું મૂલ્યાંકન કરવા તથા સરખામણી કરવા માટે પારદર્શક, પ્રમાણિત અને સ્ટાર-રેટિંગ આધારિત પ્રમાણીકરણ સિસ્ટમ પૂરી પાડે છે.