ભોપાલઃ ટ્વિશા શર્માના મૃત્યુને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યો છે. પોલીસે પણ એમના પતિને પકડવા માટે ટીમ જુદી-જુદી દિશામાં રવાના કરી દીધી છે. આ માહોલ વચ્ચે હવે એના પરિવારે હવે એક મોટો દાવો કર્યો છે. પરિવારનો દાવો છે કે, ટ્વિશાના મૃત્યુ પહેલાના દિવસે એના સાસુએ જુદા-જુદા લોકો સાથે ફોન પર વાતચીત કરી હતી. આમાંથી કેટલાક કોલ્સ કોર્ટ સંબંધિત લોકો સાથે ક્નેકટ થયેલા છે. કેટલાક કોલ્સ સંબંધીઓને તો કેટલાક અન્ય પરિચિતોને કરવામાં આવ્યા હતા.
46 નંબર કોના અને એ વ્યક્તિ કોણ?
ટ્વિશાના પરિવારજનોનો આરોપ છે કે, ગીરીબાલાસિંહે 46 ઈન્ફ્લુએન્સર લોકોના નંબર પર ફોનથી વાતચીત કરી હતી. હવે ટ્વિશાના પરિવારે એમના સાસુ પક્ષના ફોન કોલ્સ પર સવાલ ઊભા કર્યા છે. ટ્વિશાના પરિવારજનોએ કેટલાક નંબર જાહેર કરતા દાવો કર્યો હતો કે, ટ્વિશાનું મૃચ્યુ થયું એના એક દિવસ પહેલા એમના સાસુ ગીરીબાલાસિંહે જજ અને જસ્ટિસ કક્ષાના લોકોને ફોન કરેલા છે. આ તમામ કોલ્સ 13 મેના કરવામાં આવ્યા હતા. 13 મેના રોજ સીસીટીવી ફૂટેજ ઈન્સ્ટોલ કરનાર યુવકને પણ ગીરીબાલાના નંબરમાંથી કોલ આવેલો છે. પરિવારજનોએ માગ કરી છે કે, આ તમામ નંબરની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ સંબંધિત કોલ ડિટેલ્સ કઢાવવામાં આવે.
ડિજિટલ ડેટાની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે
ફોન નંબરનાના લોકેશન, ડેટા, ઈન્ટરનેટ પ્રોટોકોલ, ઈન્ટરનેટ ડેટા, ઈમેઈલ તથા એસએમએસ, વોટ્સએપ ચેટ, સોશિયલ મીડિયા તથા તમામ પ્રકારના ડિજિટલ ડેટાની તપાસ કરવામાં આવે.આ ઉપરાંત જે તે ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસની પણ તપાસ કરવામાં આવે. આ તમામની સાયબરની દ્રષ્ટિએ તપાસ કરવામાં આવે. દરેક ડિજિટલ મુવમેન્ટની તાપસ થાય તો હકીકત સામે આવી શકે છે.
પરિવારે વધુમાં વિનંતી કરી છે કે, ઉપરોક્ત મોબાઇલ નંબરો-સંદેશાવ્યવહાર ચેનલો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ વ્યક્તિઓ માટે સંદેશાવ્યવહાર રેકોર્ડ, ડિજિટલ એસેટ, સ્થાન ડેટાને સેવ કરીને રાખવામાં આવે, આમાં આરોપી પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, તેમના નજીકના સહયોગીઓ, કાનૂની પ્રતિનિધિઓ, અંગત સહાયકો, ડ્રાઇવરો, ઘરેલું સ્ટાફ, તેમના નિવાસસ્થાને કાર્યરત કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવે.
પતિએ કરી નાંખી જામીન અરજી
મૃતકના નશ્વર અવશેષોના પરિવહન અથવા બીજી રીતે સામેલ વ્યક્તિઓ, ઘટના પહેલા અને પછી મૃતક અથવા સંબંધિત પક્ષોના સંપર્કમાં રહેલા વ્યક્તિઓ તેમજ અન્ય તમામ સંબંધિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ સામે એકવાર તપાસ થવી જોઈએ.
આનો ઉદ્દેશ્ય તપાસ અને ન્યાયિક કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક પુરાવા ભૂંસી નાખવા, ડેટા કાઢી નાખવા, છેડછાડ, ડિજિટલ હેરફેર, રેકોર્ડમાં ફેરફાર, પુરાવાનો નાશ અથવા તથ્યોને પ્રભાવિત કરવાની કોઈપણ શક્યતાને અટકાવવાનો હોઈ શકે છે. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે, ટ્વિશાના પતિ સમર્થસિંહે જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. એમની જામીન અરજી જબલપુર હાઈકોર્ટમાં દાખલ થઈ ચૂકી છે